તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મેટોડામાં રાજ્યની પ્રથમ બહુમાળી જીઆઈડીસીના કામનો પ્રારંભ કરાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેટોડામાં રાજ્યની પ્રથમ બહુમાળી જીઆઈડીસીના કામનો પ્રારંભ કરાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઔદ્યોગિકવિકાસને વેગ મળે તે હેતુથી રાજ્ય સરકારે બહુમાળી જીઆઇડીસીનો વિકલ્પ અપનાવ્યો છે. બહુમાળી જીઆઇડીસી શેડ લઘુ ઉદ્યોગ માટે આશીર્વાદ સમાન બની રહેશે, તેનું મુખ્ય કારણ શેડ નાના ઉદ્યોગકારોને રાહતદરે આપવામાં આવશે. રાજ્યની પ્રથમ બહુમાળી જીઆઇડીસીના કામનો પ્રારંભ મેટોડા ખાતે થયો છે.

રાજકોટ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ડે.મેનેજર પાનેલિયાએ જણાવ્યું હતું કે, બહુમાળી જીઆઇડીસી સફળ થશે કે નહીં તે અંગે ચિંતા હતી, પરંતુ જે પ્રકારે નાના ઉદ્યોગકારોએ બહુમાળી બિલ્ડિંગમાં શેડ લેવા માટે રસ દાખવ્યો છે તે પરથી લાગી રહ્યું છે કે હાલ એક બિલ્ડિંગનું કામ પૂર્ણ થયા બાદ બીજા બિલ્ડિંગનું કામ શરૂ કરવું પડશે. બહુમાળી શેડમાં લઘુ ઉદ્યોગોને 50 ચો.મી. અને 91 ચો.મી. અેમ બે પ્રકારના શેડનો વિકલ્પ આપવામાં અાવશે. પ્રથમ માળે 7 બાય 7 ચો.મી.ના 50 ચો.મી.ના 12 અને બીજા તથા ત્રીજા માળે 14.47 બાય 6.33 ચો.મી.ના 91 ચો.મી.ના 8-8 એમ કુલ 28 શેડનું નિર્માણ થશે.

મેટોડામાં સફળતા બાદ અહી બનશે બહુમાળી શેડ

}જામનગર-3 }ચિત્રા, જિલ્લો રાજકોટ } અંકલેશ્વર, જિલ્લો ભરૂચ } વાપી અને ઉમરગામ, જિલ્લો વલસાડ } છત્રાલ-વિજાણુ વસાહત, જિલ્લો ગાંધીનગર } સાણંદ-2 અને કઠવાડા, જિલ્લો અમદાવાદ

ઉદ્યોગપતિઓએ પ્રેઝન્ટેશન આપવું પડશે

અત્યાર સુધી જીઆઇડીસીમાં પ્લોટ લેવા માટે ઇન્વેસ્ટરો પણ લાઇનો લગવાતા હતા. ઇન્વેસ્ટરોના કારણે સાચા ઉદ્યોગકારોને જગ્યા મળતી નથી. સરકાર જીઆઇડીસીમાં શેડ લેવા માટે ઓનલાઇન અરજી મગાવશે. ત્યાર બાદ જે ઉદ્યોગપતિને શેડ જોઇએ છે તેમણે પોતાના ઉદ્યોગોનું પ્રેઝન્ટેશન આપવું પડશે.

રણુજામંદિર પાસે આગામી માસે લોકાર્પણ

જામનગરજિલ્લાના કાલાવડ પાસેના રણુજા મંદિર નજીક એક નવી જીઆઇડીસી માટે કામ ચાલી રહ્યું છે. રણુજા મંદિર પાસે 40 હેક્ટર જમીનમાં હાલ રોડ, રસ્તા, સ્ટ્રીટલાઇટ, ડ્રેનેજ, પાણી સહિતની પ્રાથમિક સુવિધાનું કામ ચાલી રહ્યું છે. કામ અંતિમ તબક્કામાં છે અને આગામી માસમાં જીઆઇડીસીમાં પ્લોટની ફાળવણી માટે ઓનલાઇન અરજી પણ મગાવામાં આવશે.

રાજકોટમાં નાના ઉદ્યોગપતિઓએ રસ દાખવતા એકથી વધુ બિલ્ડિંગ બનાવાશે

લઘુ ઉદ્યોગને ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની ઇમારતમાં શેડ અપાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો