તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વિનાવિઘ્ને વિઘ્નહર્તાના દર્શન કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિનાવિઘ્ને વિઘ્નહર્તાના દર્શન કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરતમાંપાસના કાર્યકરોએ હુરિયો બોલાવીને કાર્યક્રમમાં વિક્ષેપ ઊભો કર્યા બાદ મુખ્યમંત્રીના હવે પછીના કાર્યક્રમોમાં ખાસ તકેદારી રાખવામાં આવે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી રવિવારે સાંજે રાજકોટ ખાતે વિવિધ ગણેશ પંડાલના દર્શને આવ્યા હતા. પાટીદારોની બહુમતી ધરાવતા સામાકાંઠા વિસ્તારમાં ચંપકનગર કા રાજાના દર્શન સમયે કાંકરીચાળાની સંભાવના હતી, પરંતુ પોલીસ અને આયોજકોએ કિલ્લેબંધી કરીને કોઇ અજાણ્યા વ્યક્તિઓને પ્રવેશ નહીં આપતા મુખ્યમંત્રી રૂપાણી વિના વિઘ્ને દર્શન કરીને અન્ય પંડાલમાં રવાના થયા હતા.

મુખ્યમંત્રી રૂપાણી રવિવારે સાંજે 7:30 કલાકે ચંપકનગર કા રાજાના દર્શન કરવા પહોંચ્યા હતા. સામાન્ય રીતે સમય દરમિયાન 20 હજારથી વધુ ભાવિકોએ દર્શનનો લાભ લેતા હોય છે. જોકેે, મુખ્યમંત્રી આવવાના હોવાથી ભાજપના આગેવાનો, આયોજકો અને પોલીસે મુખ્યમંત્રી દર્શન કરીને જાય પછી ભાવિકો માટે દર્શન ખુલ્લા મૂકવાનું આયોજન કર્યું હતું.

પંડાલ સામે આયોજકોએ વિસ્તારના પસંદગીના મહિલા, પુરુષો અને બાળકોને મુખ્યમંત્રીના આગમન પહેલાં બેસાડી દીધા હતા. પુરુષ વિભાગની આગળની હરોળ સાંસદ વિઠ્ઠલ રાદડિયા,ખીમાભાઇ મકવાણા સહિતના આગેવાનોને બેસાડવામાં આવ્યા હતા. વિશેષમાં તમામ અેન્ટ્રી ગેટ બેરીગેટથી બંધ કરી દીધી હતી. એન્ટ્રી ગેટથી પંડાલ સુધી પોલીસનો લોખંડી બંદોબ્સત ગોઠવી દેવાયો હતો, તેમજ માનવ સાંકળ રચીને ઊભા રહી ગયેલા સ્વયંસેવકો કોઇને પ્રવેશવા દેતા હતા. ચંપકનગર કા રાજાના મુખ્ય આયોજક કોર્પોરેટર મુકેશ રાદડિયાએ મુખ્યમંત્રી રૂપાણીને સાફો પહેરાવીને સન્માન કર્યું હતું.

દરેક સ્થળે અજાણી વ્યક્તિઓને પ્રવેશ અપાયો

રાજકોટમાં 13 સ્થળે ગણેશોત્સવમાં હાજરી આપી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો