તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગણેશોત્સવની સાથે સમાજસેવાનો પ્રસાદ : રક્તદાન શિબિરો યોજાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણેશોત્સવની સાથે સમાજસેવાનો પ્રસાદ : રક્તદાન શિબિરો યોજાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગણેશોત્સવમાંઆસ્થાની ઉજવણી સાથો સાથ વિવિધ સામાજિક સંસ્થાઓ, મંડળો દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ પણ નિભાવવામાં આવી રહ્યું છે. રક્ત જેમનો ખોરાક છે તેવા થેલેસિમિક બાળકો, અકસ્માતનો ભોગ બનેલા નાગરિકો, દર્દીઓ માટે રક્તદાન શિબિરોનું આયોજન કરાયું છે.

પ્રતિ વર્ષની માફક વર્ષે પણ ચંપકનગર સાર્વજનિક ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા 11 સપ્ટેમ્બર રવિવારે સવારના 9 થી બપોરના 1.30 સુધી રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં 240 નાગરિકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હોવાનું સમિતિના અધ્યક્ષ તથા મનપાની બાંધકામ કમિટીના ચેરમેન મુકેશ રાદડિયાએ જણાવ્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પ માટે 50 હજારનો ખર્ચ કરાયો હતો, જ્યારે ત્રિકોણબાગ ખાતે ત્રિકોણબાગ કા રાજા ખાતે રવિવારે સાંજે 5.30 થી રાત્રિના 9 સુધી યોજાયેલા કેમ્પમાં 117 દાતાઓ દ્વારા રક્તદાન કરાયું હતું.

ઉપરાંત શાસ્ત્રીમેદાનમાં સોમવાર 12 સપ્ટેમ્બરના રક્તદાન શિબિર યોજાશે જેમાં 200 જેટલા રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવશે. માટે 75000નો ખર્ચ થશે તેમ મનપાની સેનિટેશન કમિટીના ચેરમેન આશિષ વાગડિયાએ જણાવ્યું હતું. રેસકોર્સ ખાતે ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ દ્વારા 14મીએ રક્તદાન કેમ્પ યોજાશે. જેમાં આશરે 40,000નો ખર્ચ થશે.

રક્તદાતાઓને પ્રમાણપત્ર અને ભેટ આપી સન્માન કરાયું

રવિવારે થેલેસેમિક બાળકો માટે 357 નાગરિકો દ્વારા રક્તદાન કરાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો