તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રિંગ રોડ 2 : બે વર્ષમાં વાહનો દોડશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિંગ રોડ-2 : બે વર્ષમાં વાહનો દોડશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટનોસીમાડો જેટ ગતિએ વિકાસ પામી રહ્યો છે. વિકાસની હરણફાળને વધુ આગળ ધપાવવા માટે મહત્ત્વાકાંક્ષી એવા બીજા રિંગ રોડનો ઘંટેશ્વરથી કાલાવડ રોડ સુધીનો 9 કિ.મી.નો પ્રથમ ફેઝ પૂર્ણ થયા બાદ કાલાવડ રોડથી ગોંડલ રોડને જોડતા 11.50 કિ.મી.ના બીજા ફેઝનું કામ શરૂ થઇ ચૂક્યું છે. વધીને 2 વર્ષમાં જામનગર રોડથી ગોંડલ રોડ ઉપર વાહનો સડસડાટ દોડતા જોવા મળશે.

બીજા રિંગ રોડનો જામનગર રોડથી ગોંડલ રોડ સુધીનો કુલ ઘેરાવો 20.50 કિ.મી.નો છે. પૈકી ઘંટેશ્વરથી કોસ્મોપ્લેક્સ સિનેમા પાસે કાલાવડ રોડને જોડતો પ્રથમ ફેઝ પૂર્ણ થઇ ચૂક્યો છે. હવે કાલાવડ રોડથી ગોંડલ રોડ પર પારડી પાસે નીકળતા બીજા ફેઝનું કામ પણ યુધ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું છે.

બીજા ફેઝમાં રોડ બનાવવાનો ખર્ચ રૂ.18 કરોડ અંદાજવામાં આવ્યો છે. વચ્ચે આવતા બે મોટા રિવર બ્રિજનો ખર્ચ અલગ. પ્રથમ ફેઝનું કામ ચાલુ હતું દરમિયાન બીજા ફેઝ માટે વચ્ચે આવતી સર્વિસ લાઇન, પી.જી.વી.સી.એલ.ના પોલ, 66 કે.વી.ના બે હાઇમાસ્ક ટાવર ખસેડવાનું કામ પણ ચાલુ કરી દેવાતાં હાલ કાલાવડ રોડથી ગોંડલ રોડના બાકીના ફેઝનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. વધીને બે વર્ષમાં રોડ પરથી પણ વાહનો દોડતા થઇ જશે તેમ રૂડાના સીઇઓ ડી.ડી.જાડેજાએ જણાવ્યું હતું.

35 ટકા જમીન કપાતના સોગંદનામા કરાવી લેવાયા

કાલાવડ રોડથી ગોંડલ રોડ સુધી આમતો મોટાભાગે સરકારી જમીન આવેલી છે. જ્યાં ખેતર આવેલા છે ત્યાં ભવિષ્યમાં ટીપી સ્કીમ ફાઇનલ થાય ત્યારે 35 ટકા કપાત કરવાના નિયમને અનુસંધાને ખેડૂતો પાસે સોગંદનામા કરાવી લેવામાં આવ્યા છે. જો કે, ખેડૂતોએ સામેથી સહકાર આપ્યો છે.

7મોટા ગામનો સમાવેશ

ઘંટેશ્વરથીછેક ગોંડલ રોડ સુધીના રિંગ રોડના ભાગમાં કુલ 13 ગામો આવે છે. પૈકી કાલાવડ રોડથી ગોંડલ રોડ(પારડી) સુધી 7 મોટા ગામનો સમાવેશ 11.50 કિ.મી.ના બીજા ફેઝમાં થાય છે. જેમાં મોટામવાની સીમ, મવડીના પાછળથી થઇને પાળ, કાંગશિયાળી, જશવંતપુર, ઢોલરા થઇને પારડી પાસે ગોંડલ રોડને જોડશે.

2મોટા રિવર બ્રિજ આવશે

મોટામવાથીપારડી સુધીમાં બે મોટા રિવર બ્રિજ બનાવવામાં આવશે. કાંગશિયાળી અને પારડી બન્ને ગામની નદી વચ્ચેથી પસાર થાય છે. બ્રિજના કામનું ટેન્ડર અલગથી બહાર પાડવામાં આવશે. બ્રિજ માટે હાલ ડેલ્ફ નામની એક એજન્સીને કન્સલ્ટન્સી સોંપવામાં આવી છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ એસ્ટિમેટ તૈયાર કરીને ટેન્ડર પ્રસિધ્ધ થશે.

ગોંડલ રોડ પર પારડી પાસે નીકળતા બીજા ફેઝનું કામ યુધ્ધના ધોરણે ચાલુ

કોસ્મોથી ગોંડલ રોડ પર વીજલાઈન દૂર કરવાનું કામ પણ પૂર્ણતાના આરે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો