તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેરક સેવા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરપંથકની ઇસ્માઇલી (ખોજા) સમાજની 43 ગરીબ મહિલાઓ કે જેમાં 18 વિધવા અને 8 વિકલાંગનો સમાવેશ થાય છે તેમને રિઝવાન આડતિયા ફાઉન્ડેશન દ્વારા સિંગાપુર, મલેશિયાના વિદેશ પ્રવાસે લઇ જવામાં આવી છે. 8 થી 15 સપ્ટેમ્બર સુધીના પ્રવાસમાં બન્ને દેશના વિવિધ સ્થળોની મુલાકાત 43 બહેનો લેશે.

સંસ્થા દ્વારા સિનિયર સિટિજન્સ લેડીઝ ટૂરની લાભાર્થી મહિલાઓનો પાસપોર્ટ કઢાવી આપી ટૂર માટે બેગ આપી મેડિકલ ચેકઅપ પણ કરાવી આપવામાં આવ્યું હતું, એટલું નહીં કોઇ પણ પ્રકારની આકસ્મિક બીમારી યાત્રા સમયે આવી પડે તો તે માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મહિલાઓ ક્રૂઝ યાત્રાનો પણ લહાવો માણશે.

ફાઉન્ડેશન દ્વારા સપ્ટેમ્બર માસને સિનિયર સિટિઝન્સ માસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત ટૂર યોજવામાં આવી છે. સંસ્થા દ્વારા અાગામી સમયમાં નાત-જાતના ભેદભાવ વગર આવી અન્ય ટૂર યોજાશે. સ્વાસ્થ્ય, શિક્ષણ, રોજગાર, યુવાનો, સિનિયર સિટિઝન્સ માટે પસંદગી મેળા, સમૂહલગ્ન, મહિલા સશક્તિકરણ સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોવાનું અમિતભાઇ માણેકે જણાવ્યું હતું.

પ્રત્યેક મહિલાને ટેબલેટ અપાયા

પ્રવાસમાંજોડાયેલી 43 મહિલાને મનોરંજન તેમજ પરિવાર સાથે સંપર્કમાં રહી શકે તે માટે માઇક્રો અેસ.ડી. કાર્ડ સાથેનું ટેબલેટ આપવામાં આવ્યું છે. જેથી વીડિયો કોન્ફરન્સ એપ્લિકેશન દ્વારા પુત્ર, પુત્રી, પૌત્રો સાથે વાતચીત થઇ શકે જેનો ઉપયોગ મહિલાઓ કરી રહી છે. ઉપરાંત પ્રવાસમાં જતાં પૂર્વે તમામ મહિલાઓને અંગે તાલિમ પણ આપવામાં આવી હતી.

પોરબંદર પંથકની ખોજા સમાજની 43 ગરીબ મહિલાઓ સિંગાપુર અને મલેશિયાના વિદેશ પ્રવાસે રવાના થઈ હતી.

18 વિધવા, 8 વિકલાંગ મળી 43 મહિલા વિદેશ પ્રવાસે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો