• Gujarati News
  • National
  • ગોધરા, દાહોદ માટે 125 એકસ્ટ્રા બસ દોડાવાઇ : 19 લાખની આવક

ગોધરા, દાહોદ માટે 125 એકસ્ટ્રા બસ દોડાવાઇ : 19 લાખની આવક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ

હોળીપર્વને અનુલક્ષી રાજકોટ એસ.ટી.ડિવિઝન દ્વારા 6 ડેપો પરથી 5થી 12 માર્ચ દરમિયાન 125 એકસ્ટ્રા બસ દાહોદ, ગોધરા માટે દોડાવવામાં આવી હતી. જેના કારણે એસ.ટી.ને 19 લાખની વધારાની આવક થવા પામી હતી. રાજકોટ ડેપો મેનેજર નિશાંત વરમોરાએ જણાવ્યું હતું કે, રાજકોટથી વર્ષે કુલ 45 એકસ્ટ્રા બસ દોડી હતી જે ગત વર્ષે માત્ર 13 હતી. આમ ગત વર્ષની સરખામણીએ વર્ષે ટ્રાફિકમાં ભારે વધારો જોવા મળ્યો છે તેમજ આવક પ્રતિ કિ.મી.27 પર પહોંચી હતી. રાજકોટ ડેપોની બસો કુલ 30,500 કિલોમિટર ચાલી હતી.

અન્ય સમાચારો પણ છે...