• Gujarati News
  • National
  • CSR, ભાભા અને પ્લાઝમા રીસર્ચના વૈજ્ઞાનિકો વિદ્યાર્થીને માર્ગદર્શન આપશે

CSR, ભાભા અને પ્લાઝમા રીસર્ચના વૈજ્ઞાનિકો વિદ્યાર્થીને માર્ગદર્શન આપશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્રયુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ અને યુજીસી સીએસઆરના સંયુક્ત ઉપક્રમે આગામી 21મી માર્ચે ‘રીસન્ટ ટ્રેન્ડસ ઇન એક્સપરીમેન્ટલ કન્ડેન્સડ મેટર ઇન ફિઝિક્સ’ વિષય પર નેશનલ સેમીનારનું આયોજન કરાયું છે જેમાં દેશની ટોચની ત્રણ વૈજ્ઞાનિક સંસ્થાના વૈજ્ઞાનિકો હાજર રહેશે.

ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સના કન્વીનર ડો.નિકેશ શાહે સમગ્ર સેમિનારની માહિતી આપતા જણાવ્યું હતું કે યુજીસી સીએસઆરના સહયોગથી ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના હેડ ડો.હિરેનભાઇ જોશીના માર્ગદર્શન હેઠળ પાંચ અધ્યાપકોની ટીમ દ્વારા નેશનલ સેમિનારનું આયોજન કરાયું છે જેમાં કોલોબ્રેટીવ સાયન્સ રીસર્ચના ડાયરેક્ટર ડો.વી.ગણેશન, ભાભા એટોમીક રીસર્ચ સેન્ટરના ન્યુ્ટ્રલ ડિફ્રેકશનના ડાયરેકટર સીલુગુરી, ઇન્સ્ટીટયુટ ઓફ પ્લાઝમા રીસર્ચ ગાંધીનગરના વૈજ્ઞાનિક પ્રતિપાલસિંહ રાયજાદા ઉપસ્થિત રહેશે. ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભૌતિક શાસ્ત્ર ભવનના સ્થાપક ડો.આર.જી.કુલકર્ણી બેંગ્લોરથી અને બીજા પુર્વ વડા પ્રો.વી.એસ.શાહ પણ હાજર રહેશે.

નેશનલ સેમિનારમાં 175 જેટલા અધ્યાપકો, સંશોધકો અને વિદ્યાર્થીઓ ભાગ લેનાર છે. તેમજ મોરબીના સીરામીક ઉદ્યોગના થી આઠ ઉદ્યોગપતિઓ પણ ભાગ લેશે. સેમિનારમાં વિદ્યાર્થીઓને હાલના નવા સંશોધનો વિશે માહિતગાર કરાશે.

નેશનલ સેમિનારમાં પોસ્ટર પ્રેઝન્ટેશન કોમ્પીટીશન યોજાનાર છે. જેમાં ત્રણ કેટેગરીમાં કોમ્પીટીશન યોજવામાં આવનાર છે. પ્રથમ કેટેગરી પી.જી. લેવલની રાખવામાં આવી છે જેમાં એમ.ફીલ અને એમ.એસસી.ના વિદ્યાર્થીઓ ભાગ લેશે અને પોસ્ટર પ્રેઝન્ટેશન કરશે તેમાં પ્રથમ, દ્વિતિય અને તૃતીય ઇનામ રાખવામાં આવ્યા છે. બીજી કેટેગરીમાં પીએચ.ડી અને રીસર્ચ સ્કોલરના વિદ્યાર્થીઓ ભાગ લેશે અને તેમાં પણ પ્રથમ, દ્વિતિય અને તૃતિય ઇનામો રાખવામાં આવ્યા છે અને ત્રીજી કેટેગરી અધ્યાપકોની રાખવામાં આ‌વી છે અને તેમાં એક ઇનામ રાખવામાં આવ્યું છે.

75સંશોધકો કરશે રીસર્ચ પેપર રજુ

નેશનલસેમિનારમાં ભાગ લેનારા 175 વિષય નિષ્ણાંતોમાંથી 75 જેટલા રીસર્ચ સંશોધકો સંશોધન પેપર રજૂ કરશે અને તેમાંથી અમુક સંશોધન પેપરોનું જર્નલ તૈયાર કરી પ્રકાશિત કરાશે.

પોસ્ટર પ્રેઝન્ટેશન કોમ્પીટીશન યોજાશે

રીસન્ટ ટ્રેન્ડસ ઇન એક્સપરીમેન્ટલ કન્ડેન્સડ મેટર ઇન ફિઝિક્સ વિષય પર 21 માર્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાશે નેશનલ સેમીનાર

ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ અને યુજીસી દ્વારા સંયુક્ત રીતે કરાયું આયોજન

અન્ય સમાચારો પણ છે...