એસ.ટી.વેલ્ફેર ગ્રૂપ દ્વારા પૂરગ્રસ્તોને સહાય
એસ.ટી.વેલ્ફેર ગ્રૂપ દ્વારા પૂરગ્રસ્તોને સહાય
રાજકોટ |બી.એસ.એન.એલ, એસ.સી., એસ.ટી.વેલ્ફેર ગ્રૂપ રાજકોટ દ્વારા બગસરા ગોંડલ તાલુકાના પુર ગ્રસ્ત ગામડાઓમાં મેધવાળ કુટુંબીજનોએ મદદ કરવા બાંદરા ગોંડલના મહંત ગોરધનબાપુની પ્રેરણાની ભીમરથ કાઢી અનાજ, કરિયાણાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અનાજ, કરીયાણા કાચો માલ આપી ભીમજોળીમાં દલિત સમાજ, સામાજિક મંડળોએ ચાર ટન અનાજ કરીયાણુ આપી ઋણ અદા કર્યું હતું. સેક્રેટરી એન.જી.પરમાર, પ્રમુખ એચ.ડી.પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.