તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિઝનેસ રિપોર્ટર | રાજકોટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બિઝનેસ રિપોર્ટર | રાજકોટ

ચાલુખરીફ સિઝનમાં ઓછો અને અનિયમિત વરસાદ તથા પાકમાં રોગને કારણે પાકમાં ખેડુતોને નુકસાન થયું છે. વાતને ધ્યાન રાખી પ્રધાનમંત્રી ફસલ બિમા યોજના હેઠળ વચગાળાનો ક્લેઇમ (ઓન એકાઉન્ટ પેમેન્ટ) ચૂકવવા સંસદ સભ્ય વિઠ્ઠલભાઇ રાદડિયાએ વડાપ્રધાનને રજૂઆત કરી છે.

રાદડિયાએ જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના ખેડૂતોએ મગફળી અને કપાસનુ વાવેતર વધુ કર્યું છે. અનિયમિત અને ઓછા વરસાદના કારણે પાકને નુકસાન થયું છે અને પાકમાં રોગ જીવાતથી પણ વ્યાપક નુકસાની છે. ખરીફ પાક નિષ્ફળતાને આરે હોય પ્રધાનમંત્રી ફસલ બિમા યોજના અન્વયે ખરીફ 2016 સિઝનમાં મુખ્ય પાકોના નોટિફાઇડ યુનિટ (ગ્રામ પંચાયત) તથા ગૌણ પાકોના નોટિફાઇડ યુનિટ (તાલુકા)માં રાજ્ય સરકાર અને વીમા કંપનીના અધિકારીઓ દ્વારા પાક પરિસ્થિતિનો સર્વે કરવા અને સર્વેના આધારે ખેડૂતોને વચગાળાના ક્લેઇમની રકમ તુરંત ચૂકવાય તો ખેડૂતોને રાહત થશે.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ ઓછો પડ્યો છે અને ગુલાબી ઈયળના કારણે પાક નિષ્ફળ જવાના બનાવો પણ બહાર આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો