તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ક્રૂડ તથા પામતેલની તેજી પાછળ સ્થાનિક ખાદ્યતેલ મક્કમ : કપાસમાં નબળા પાકે તેજી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રૂડ તથા પામતેલની તેજી પાછળ સ્થાનિક ખાદ્યતેલ મક્કમ : કપાસમાં નબળા પાકે તેજી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોમોડિટી રિપોર્ટર . અમદાવાદ

ક્રૂડતથા પામતેલમાં બજાર ફરી સુધારા તરફી રહેતા સ્થાનિક ખાદ્યતેલોમાં ઘટાડો અટક્યો હતો. ક્રૂડ ઓઇલ ફરી ઉંચકાઇને 50 ડોલરની નજીક 49 ડોલર નજીક ક્વોટ થઇ રહ્યો છે. આગામી સમય ગાળામાં ક્રૂડ ઉત્પાદક દેશોની મળનારી બેઠકમાં ઉત્પાદન મુદ્દે કેવા નિર્ણયો લોવામાં આવે છે તેના પર ક્રૂડની તેજી-મંદીનો મુખ્ય આધાર રહેલો છે. એનાલિસ્ટોના મતે ક્રૂડની રેન્જ બે તરફી દર્શાવે છે. નીચામાં ક્રૂડ હજુ ઘટીને 40 ડોલર અને ઉપરમાં 60-62 ડોલર સુધીનું ધ્યાન દોરી રહ્યાં છે. હાલના સંકેતો મુજબ ક્રૂડના ઉત્પાદનમાં કાપ આવે તેવી શક્યતાઓ નહિંવત્ છે. જેની સામે ચીન તેમજ અન્ય દેશોની માગમાં કેટલો વધારો થાય છે તેના પર મુખ્ય મદાર છે. ક્રૂડની તેજી સાથે મલેશિયામાં પામતેલના સ્ટોકમાં જંગી ઘટાડો થવાના કારણે અને નિકાસ વેપારોમાં મોટી વૃદ્ધિના અહેવાલે ભાવ મજબૂત રહ્યાં છે જેના કારણે સ્થાનિક ખાદ્યતેલોમાં ઘટાડો અટક્યો છે. મગફળીના મોટા પાકના કારણે હવે સિંગતેલમાં ઝડપી તેજીના સંકેતો નથી.રાજકોટ ખાતે સિંગતેલ લુઝ જળવાઇને રૂા.1200 બોલાતું હતું.

કપાસમાં વાવેતર વિસ્તારમાં જંગી ઘટાડા સામે ઉત્પાદનમાં પણ મોટો કાપ આવશે તેવી દહેશત છે. દેશમાં ઉત્પાદન કાપ સાથે વૈશ્વિક ઉત્પાદનના નબળા સંકેતો મળી રહ્યાં છે જેની સામે વપરાશ અને નિકાસ વેપારોમાં વધારો થશે તેવા અહેવાલે બજારને સપોર્ટ મળી રહ્યો છે. ગુજરાતમાં રૂનો પાક નજીવો ઘટીને 80 લાખ ગાંસડી આસપાસ રહેવાનું અનુમાન છે. નબળા પાકના કારણે કપાસના ભાવ પણ ઉંચકાઇ રહ્યાં છે. આજે એનસીડીએક્સ કપાસ વાયદો ત્રણ ટકા સુધી ઉંચકાઇને રૂા.905 ક્વોટ થવા લાગ્યો છે. રૂના ભાવમાં પણ રૂા.200-300નો મજબૂત સુધારો રહ્યો હતો.

અન્ય એગ્રી કોમોડિટીમાં આજે બે તરફી મુવમેન્ટ જોવા મળી હતી. ધાણા તથા હળદરમાં ભાવ સપાટી સતત ઘટાડા તરફી ચાલ દર્શાવી રહી છે. આજે ધાણા વાયદો બે ટકાથી વધુ ઘટીને 8000ની સપાટી અંદર 7983 ક્વોટ થતો હતો. જ્યારે જીરૂ તથા ખાંડના ભાવ પણ નરમ રહ્યાં હતા. ક્રૂડની તેજીના કારણે ગવાર-ગમમાં ફરી તેજીનો પવન ફુંકાયો છે. ગવારના વાવેતર સાથે ઉત્પાદનમાં પણ જંગી ઘટાડાની દહેશતે આજે ગમ વાયદો 2 ટકા વધી 6560 ક્વોટ થતો હતો.

ગુજરાતમાં મગફળીના વાવેતર વિસ્તારમાં 26 ટકાનો જંગી વધારો થઇને 16.30 (12.96) લાખ હેક્ટરમાં વાવતેર રહ્યું છે. વાવેતર વિસ્તારમાં વૃદ્ધિ સામે ઉત્પાદનમાં જંગી વધારાના સંકેતો મળી રહ્યાં છે. રાજ્ય સરકારના ઉત્પાદનના પહેલા એડવાન્સ અંદાજ મુજબ ઉત્પાદન ગતવર્ષની તુલનાએ 86.80 ટકા સુધી વધીને 35.96 લાખ ટનને આંબી જશે. જોકે, બજારના વર્તુળોના જણાવ્યા અનુસાર ઉત્પાદન 27-28 લાખ ટન આસપાસ રહી જશે તેવો અંદાજ છે. મોટા ભાગના સેન્ટરો પર આગોતરા વાવેતરની આવકોનો પ્રારંભ થઇ ચૂક્યો છે. મોટા પાકના અંદાજોના કારણે સિઝનની શરૂઆતમાં ભાવ નીચા ખુલ્યા છે. મણ દીઠ અત્યારે મોટા ભાગના સેન્ટરોમાં ભાવ રૂા.800-850 આસપાસ બોલાઇ રહ્યાં છે. આગળ જતા ભાવ વધુ ઘટે તેવા સંકેતો છે.

મગફળીના મોટા પાકનો અંદાજ : ભાવ શરૂઆતથી નરમ

ક્રૂડ ઉત્પાદક દેશોની મીટિંગ પૂર્વે ઝડપી તેજી 50 ડોલર નજીક : ઉત્પાદન કાપ નહિં આવે તેવા સંકેત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો