તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જણાવો આપની મરજી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અણીદાર પથ્થરવાળા રોડ પર મેટર પાથરવાનું શરૂ

વાવડીમાં માત્ર 10 સફાઇ કામદાર! 8000 વ્યક્તિ વચ્ચે માત્ર એક કર્મી

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | રાજકોટ

રાજકોટમહાપાલિકામાં વાવડી વિસ્તાર માત્ર શહેરના સીમાડા લંબાવવા ભેળવવામાં આવ્યો હોય એવી હાલત વચ્ચે વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના નામે મીંડું છે. મનપામાં ભળ્યાને દોઢ વર્ષ પૂર્ણ થઇ ચૂક્યું છે. દોઢ વર્ષમાં વિકાસના પ્રોજેક્ટની વાત ક્યાં કરવી, સફાઇનું વ્યવસ્થા તંત્ર પણ ગોઠવાયું નથી. 80 હજારથી વધુ વસતી ધરાવતા વિકસિત વિસ્તારમાં માત્ર 10 સફાઇ કામદારથી ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. રાજકોટ ભલે સ્વચ્છતાની દ્રષ્ટિએ દેશમાં સાતમા ક્રમે આવ્યું હોય!(કેવી રીતે આવ્યું પણ એક આશ્ચર્ય છે!), પણ જો સ્વચ્છતાના સર્વેમાં વાવડીનો સમાવેશ કરવામાં આવે તો રાજકોટ 70મા ક્રમે પણ આવે એવી દુર્દશા વાવડીની છે. વિસ્તારના રહેવાસીઓ કરગરીને ગળે આવી ગયા, એમ છતાં મનપાના બહેરાકાને જનતાનો અવાજ સંભળાતો નથી. પ્રજાની સહનશક્તિ અને ધીરજ હવે ખૂટી રહી છે અને પ્રાથમિક સુવિધાનો હક્ક મેળવવા માટે આંદોલનનું શસ્ત્ર ઉપડે એવો પ્રચંડ આક્રોષ ભભૂકી રહ્યો છે.

વાવડી વિસ્તારનાે રાજકોટ મહાનગરપાલિકામાં સમાવેશ થયા બાદ વિસ્તાર શહેરમાં તો સામેલ થયો છે પણ તેની હાલત ગામડાંથી પણ બદતર છે. વાવડીવાસીઓની વ્યથાને દિવ્ય ભાસ્કર વાચા આપશે. આપ વાવડી વિસ્તારમાં રહેતા હો તો તમારી સમસ્યા અમને વોટ્સએપ મારફતે મોકલો. આપની તસવીર સાથે આપની મરજી શું છે તે અમે પ્રસિદ્ધ કરીશું. પૂરુ નામ અને સોસાયટી કે શેરીનું નામ લખવાનું ભૂલશો નહીં.

એકબાજુ ખાડા ને બીજીબાજુ ગંદકી, પસાર થવું માથાના દુ:ખાવા રૂપ

^વાવડીનાલગભગ તમામ રોડ પર ફૂટ ફૂટના ખાડા છે. વાહન લઇને જવામાં એકબાજુ ખાડા તો બીજીબાજુ ગંદકીના ગંજ વચ્ચેથી પસાર કેમ થવુ મુસીબત હવે કાયમી બની ગઇ છે. પ્રજાને નરકમાંથી ક્યારે છૂટકારો મળશે સવાલ વાવડીવાસી તરફથી હું મહાપાલિકાને પૂછું છું. મોટા પ્રોજેક્ટ કરો ત્યારની વાત ત્યારે કમસેકમ અમારા વિસ્તારને સાફસુથરું તો રાખો. > અલ્તાફભાઇકુરેશી, મહમદીબાગ

સફાઇ કામદાર મુકવા વોર્ડઓફિસે રજૂઆત કરીને થાકી ગયા

^વાવડીગ્રામપંચાયત એરિયા બહાર રહેણાકનો વિકાસ વિસ્તરી રહ્યો છે. આવા વિકસિત વિસ્તાર સફાઇ વ્યવસ્થાથી વંચિત છે. અલગ ગાર્ડન, વસુંધરા, બરકાતી એરિયામાં સફાઇ કામદારો માત્ર નામ પૂરતા મુકવામાં આવ્યા છે. મન પડે ત્યારે આવે અને મનફાવે તેવી સફાઇ કરીને જતા રહે છે. ક્યારેક તો ચાર-પાંચ દિવસ સુધી ડોકાતા નથી. > કનકસિંહજાડેજા, વાવડી

અમુક વિસ્તારમાં તો નાકે ડૂચા દઇને નીકળવું પડે તેવી સ્થિતિ છે

^વાવડીનીશેરી-ગલીમાં નિયમિત સફાઇ થવાની વાત દૂરની રહી, મેઇન રોડની બન્ને બાજુએ ગંદકીના ઢગલા થઇ જાય ત્યાં સુધી સફાઇ થતી નથી. અમુક વિસ્તારમાં તો અમારે નાકે ડૂચા દઇને નીકળવું પડે છે. ચોમાસામાં તો જાણે નરકમાં રહેતા હોય એવી હાલત થાય છે. ગંદકી સાથે પાણીના ખાબોચિયા દિવસો સુધી ભરાયેલા રહે છે. > શક્તિસિંહડી.જાડેજા

કુછ દિન ગુજારીએ હમારે વાવડીમેં! ગંદકીથી ત્રસ્ત રહેવાસીઓનો શાસકોને પોકાર

ખૂટતા 56 કામદાર મુકવાની માગણી 1 વર્ષથી ઠેબે ચડાવતા પર્યાવરણ ઇજનેર નિલેષ પરમાર

મનપાનીસોલિડ વેસ્ટ મેનેજમેન્ટના શાખા અધિકારી નિલેષ પરમાર સમક્ષ એક વર્ષ પહેલા વધારાના કામદાર મુકવાની માગણી થઇ હતી. મનપામાં ભળ્યાના થોડા મહિનાઓ બાદ સર્વે થયો હતો અને વખતે ખૂટતા 56 કામદારો મૂકી 190 કામદારોનું મહેકમ પૂર્ણ કરવા નક્કી થયું હતું. પરંતુ શાખા અધિકારી નિલેષ પરમારે એક વર્ષ સુધી રિપોર્ટ ઠેબે ચડાવ્યા રાખ્યો.

સમગ્રવોર્ડમાં 56 કાયમી કામદાર, બાકીના 75 કામદાર શેરી-ગલીઓમાં માત્ર 3 કલાક કામ કરે!

વાવડીવિસ્તારમાં તો માત્ર 10 કામદાર છે. સહિત સમગ્ર વોર્ડની વાત કરીએ તો તેમાં પણ માત્ર 56 કાયમી કામદાર ફાળવવામાં આવ્યા છે. બાકીના 3 પાર્ટટાઇમ અને સખી મંડળના 72 મહિલા કામદારો માત્ર 3 કલાક કામ કરે છે. પણ માત્ર શેરી-ગલીમાં સાવરણાના લિસોટા મારીને ચાલ્યા જાય છે તેવો રોષ દિવ્ય ભાસ્કરની ટીમ સ્થળ પર ગઇ હતી ત્યારે ગૃહિણીઓએ ઠાલવ્યો હતો.

ડોરટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં ટીપરવાન પાછળ ગૃહિણીઓને ડસ્ટબિન લઇને દોટ મુકવી પડે છે!!

ડોરટુ ડોર ગાર્બેજ કલેકશનના નામે 20 ટીપરવાન તો મુકવામાં આવ્યા છે પરંતુ કોન્ટ્રાક્ટરના માણસો જાણે હરવા ફરવા નીકળ્યા હોય તેમ મનફાવે ત્યાં ઊભી રાખે છે. અમુક વિસ્તારમાં તો ગૃહિણીઓને ડસ્ટબિન ઠલવવા માટે ટીપરવાનની પાછળ દોટ મુકવી પડે છે તેવી વ્યાપક ફરિયાદ પણ ગૃહિણીઓની છે. મ્યુનિ. કમિશનર અને મેયર એકવખત દ્રશ્ય જોવા સવારે વાવડીની મુલાકાત લે એવું ભાવભર્યું આમંત્રણ પણ ગૃહિણીઓએ આપ્યું છે!!

સ્વચ્છતામાં દેશમાં 7મા ક્રમે આવેલા રાજકોટ મનપામાં ભળેલા વાવડીની છે દુર્દશા

શહેરની શરમ | દોઢ વર્ષેય સફાઇનું વ્યવસ્થા તંત્ર ગોઠવાયું નથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો