તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ રિપોર્ટર. રાજકોટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર. રાજકોટ

શહેરનાઉપલાકાંઠા વિસ્તારમાં બિલ્ડરો પાસેથી નાણાં ઉઘરાવતી ગેંગ સક્રિય છે, આવી વધુ એક ઘટના બની હતી. રણછોડદાસ બાપુના આશ્રમ સામે બિલ્ડર દ્વારા બનાવવામાં આવી રહેલી દુકાનોની દીવાલો રાત્રીના બે શખ્સોએ તોડી નાખી રૂ.2 લાખનું નુકસાન કર્યું હતું. પૈસા પડાવવા માટે લુખ્ખાઓએ કૃત્ય આચર્યાની બિલ્ડરે શંકા વ્યકત કરી હતી.

મોરબી રોડ પરના સતનામપાર્કમાં રહેતા બિલ્ડર વિનોદભાઇ વેલજીભાઇ સખિયાએ બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભરત ભરવાડ, નવઘણ ભરવાડ તથા તેની સાથેના માણસોના નામ આપ્યા હતા. બિલ્ડર વિનોદભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે વર્ષોથી બાંધકામનો વ્યવસાય કરે છે અને હાલમાં રણછોડદાસ બાપુના આશ્રમ સામે એંસી ફૂટ રોડ પર પટેલ પાર્કમાં 280 વારના પ્લોટમાં દુકાનો બનાવી રહ્યા છે, અને છએય દુકાનોની દીવાલ ચણાઇ ગઇ હતી.

ગત તા.8ના રાત્રીના ત્રણેક વાગ્યે ભરત અને નવઘણ સહિતના શખ્સો નવી બની રહેલી દુકાને ધસી આવ્યા હતા અને તમામ દુકાનોની દીવાલો તોડી પાડી રૂ.2 લાખનું નુકસાન કરી જતા રહ્યા હતા. માથાભારે સખ્સો દીવાલ પાડી રહ્યા હતા દ્રશ્ય પાડોશીએ જોયું હોઇ આરોપીઓની ઓળખ સ્પષ્ટ થઇ ગઇ હતી. વિનોદભાઇ સખિયાએ આક્ષેપ કર્યો હતો કે, ભરત અને નવઘણ મોરબી રોડ પરની જુદી-જુદી સોસાયટીઓમાં રખડતા રહે છે. મોરબી રોડ પરની સૂચિત સોસાયટીઓમાં બિલ્ડરોને દબાવી પૈસા પડાવતી ગેંગ સક્રિય છે ત્યારે ભરત અને નવઘણે પણ પૈસા પડાવવા માટે દીવાલો પાડી દીધી હોવાની શંકા બિલ્ડરે વ્યકત કરી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો