તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્માર્ટ સિટી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્વચ્છ શહેરના સપનાને સાકાર કરવા તંત્રની કવાયત

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | રાજકોટ

રાજકોટનેખરા અર્થમાં સ્માર્ટ સિટી બનાવવાની પ્રથમ મંજિલ છે સ્વચ્છ શહેર. સ્વચ્છતાની દ્રષ્ટિએ દેશમાં સાતમા ક્રમે આવેલા રાજકોટને અવ્વલ નંબર પર લાવવા માટે સહિયારો પ્રયાસ જરૂરી છે. જનતામાં લોકજાગૃતિ અને તંત્ર સાથે જનભાગીદારી. આવા એક અભિગમ હેઠળ મનપાએ શહેરના રાજમાર્ગો પર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ(પીપીપી)થી ડસ્ટબિન મુકવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ તબક્કે રેસકોર્સ રિંગરોડ અને કાલાવડ રોડ પર મુકાશે.

પ્રયોજન અંગે મ્યુનિ. કમિશનર વિજય નેહરા તથા મેયર ડો. જૈમન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, શહેરને સ્વચ્છ રાખવામાં નગરજનો નૈતિક ફરજ ઉપરાંત આર્થિક સહયોગની અપેક્ષાએ મહાપાલિકાએ અભિયાન ઉપાડ્યું છે. જ્યા જનભાગીદારી હોય ત્યાં પ્રજા તેની ફરજ સુપેરે બજાવે એવો અભિગમ તંત્રે રાખ્યો છે.

આવા એક આશય સાથે શહેરના રાજમાર્ગો ઉપર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી ડસ્ટબિન મુકવામાં આવશે. તેની શુભ શરૂઆત રેસકોર્સ રિંગરોડ અને કાલાવડ રોડ પરથી કરવામાં આવશે. મેટોડાની એક કંપનીએ મનપાએ સાથે બે રોડ પર ડસ્ટબિન મુકવા માટે લોકભાગદારી કરી છે. કંપની પ્રથમ તબક્કે 200 કચરાપેટી બનાવીને મનપાને આપશે. તેની ક્ષમતા 30 લિટરની રહેશે. કચરાપેટી પર કંપનીનો 12 બાય 12 ઇંચનો લોગો મુકાશે અને કરારની સમયમર્યાદા 4 વર્ષની રહેશે. તમામ વાતાવારણને અનુકૂળ એવી ફાયબર રેનોફોર્સ પ્લાસ્ટિકની બનાવટની હશે.

રેસકોર્સ, કાલાવડ રોડમાં લોકભાગીદારીથી મુકાશે ડસ્ટબિન

ક્રમશ: તમામ માર્ગો પર મુકાશે

શહેરનેસ્વચ્છ રાખવાની જવાબદારી સહિયારી છે એવો એક સંદેશ વ્યવસાયિક એકમો સુધી પહોંચાડવાના એક પ્રયાસ થકી વિચાર અમલમાં મુકાયો છે. રાજકોટના 48 રાજમાર્ગો નિયત કરાયેલા છે. તમામ માર્ગો ઉપર ક્રમશ: રીતે લોકભાગીદારીથી ડસ્ટબિન મુકવામાં આવશે.

રાહદારીઓનેકચરો નાખવા દૂર નહીં જવું પડે

^ઘણીવખતએવું બને છે કે, રસ્તે જતા રાહદારીઓ કોઇ ફૂડ પેકેટનું વેપર કે અન્ય કચરો નાખવા માટે નજીકમાં કોઇ વ્યવસ્થા હોવાથી રસ્તા પર નાખી દે છે. નજીકમાં જો કચરાપેટી મળે તો સ્વયંભૂ પોતાની ફરજ અદા કરે એટલી સમજુ પ્રજા રાજકોટની છે. રસ્તા પર નજીકમાં સુવિધા મળવાથી રાહદારીઓને કચરો નાખવા દૂર નહીં જવુ પડે. > ડો.જૈમન ઉપાધ્યાય, મેયર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો