તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કોંગ્રેસના ધારાસભ્ય રાજ્યગુરુનું 100 કરોડની જમીનમાં દબાણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસના ધારાસભ્ય રાજ્યગુરુનું 100 કરોડની જમીનમાં દબાણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર.રાજકોટ

કાલાવડરોડ પર યુનિવર્સિટી પાસે સંજયરાજ એસ્ટેટમાં આવેલી તમામ સોસાયટીના રહેવાસીઓ શુક્રવારે દસ સોસાયટી વચ્ચેના બે કોમન પ્લોટની 7742 ચો.મી. જગ્યા અને નિલસિટી ક્લબની પાછળ‌ આવેલી પાળ દરબાર સાહેબવાળી રૈયા સર્વે નંબર 21 વાળી સરકારે કબજે કરેલી બે હેક્ટર જમીન મળી રૂ.100 કરોડથી વધુની કિંમતની જમીન પર કોંગી ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કબજો જમાવી લઇ પેશકદમી કર્યાના આક્ષેપ સાથે 500થી વધુ વિસ્તારવાસીઓએ ‘ઇન્દ્રનીલ હાય-હાય’ના સૂત્રોચ્ચાર સાથે નિલસિટી કલબથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી અધિક કલેક્ટરને આવેદન પાઠવી આધાર-પુરાવા સાથે રજૂઆત કરી હતી.

આવેદનપત્રમાં એવી રજૂઆત કરી હતી કે મુંજકાની બિનખેતી જમીનમાં પ્લોટ નં.238ની 8058-35 ચો.મી. જમીનમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ વિવિધ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોવાનું જણાવ્યું હતું. જેમાં રહેણાક હેતુના પ્લોટનો કોમર્શિયલ એક્ટીવિટી માટે ઉપયોગ કરી તેમાં લગ્નપ્રસંગ, મ્યુઝિકલ નાઇટ, ગરબી જેવા કાર્યક્રમો યોજે છે અને હુક્કા પાર્ટી જેવી ગેરકાનૂની પ્રવૃત્તિ કરે છે. તેમજ મુંજકાના બિનખેતી પ્લોટ નં.238ને લાગુ કોમનપ્લોટ નં.2, 3275 ચો.મી. અને રૈયાના બિનખેતી પ્લોટ નં.2, 4467-10 ચો.મી. જમીનમાં સોસાયટીના રહીશોએ સ્વખર્ચે ઝાડ-પાનનું વાવેતર કર્યું હતુ જે કોઇ જાતની મંજૂરી વગર ઇન્દ્રનીલે કાપી નાખ્યા છે. આથી કોમન પ્લોટમાં ડિ-માર્કેશન કરી કોમન પ્લોટનો કબજો સોસાયટીના રહીશોને અપાવી દેવા માગણી કરવામાં આવી છે.

પ્રજાના પ્રતિનિધિને કાયદાનું ભાન કરાવવા વિસ્તારવાસીઓની માગ

વોલીબોલ બંધ કરાવતા વિવાદ સર્જાયો છે

^અમેઆખી સોસાયટી 52 એકરમાં ડેવલપ કરી છે અને 3 થી 4 હજાર લોકો સોસાયટીમાં રહે છે. કોમન પ્લોટમાં 15 જેટલા લોકો વોલિબોલ રમતા હતા અને ત્યાં દારૂની મહેફિલ ચાલતી હોય તેથી નેટ કઢાવી નાખતા વિવાદ ઊભો થયો છે અને મને વાદ-વિવાદનો કોઇ વાંધો નથી. તંત્ર તપાસ કરે અને જો મે કાંઇ ખોટું કર્યું હોય તો મારી સામે પગલા઼ લઇ શકે છે. રજૂઆતકર્તાઓ રાજકીય હાથો નથી બનતાને તે બાબત પણ મારે જોવી પડે તેમ છે. > ઇન્દ્રનીલરાજ્યગુરુ, કોંગીધારાસભ્ય

ધારાસભ્યના જમીનકૌભાંડ અંગે રેલી યોજી લતાવાસીઓએ કરી રજૂઆત.

^ઇન્દ્રનીલે કોમન પ્લોટમાં આવેલા તમામ ઝાડ-પાન કાપી નાખ્યા છે. મંજૂરી વગર ઝાડ-પાન કાપવા ક્રિમિનલ ઓફેન્સ હોય તેની સામે ફોજદારી ફરિયાદ નોંધાવો. > હર્ષવર્ધનસિંહપ્રહલાદસિંહ જાડેજા

કોમન પ્લોટનો કોમર્શિયલ ઉપયોગ

^ધારાસભ્યઇન્દ્રનીલ રાજ્યગુરુ કોમન પ્લોટનો કોમર્શિયલ ઉપયોગ કરી કરોડો રૂપિયા કમાયા છે. અમારી લડત સોસાયટીનો કોમન પ્લોટ પરત લેવા માટેની છે. સોસાયટીના રહીશો કોમન પ્લોટમાં જાય તો ઇન્દ્રનીલના ગુંડાઓ તેમની સાથે બેહુદું વર્તન કરે છે. > ફાલ્ગુનીબેનપટેલ

સુવિધાના બહાને પ્લોટમાં પેશકદમી

^ધારાસભ્યેબાળકોના નવાં સાધનો નખાવી આપીશ તેમ કહી બાળકોના રમત-ગમતનાં સાધનો કાઢી નાખ્યા હતા ત્યારબાદ રાહુલ ગાંધીના નામે પ્લોટ પર કબજો જમાવી લીધો હતો. તે પરત મેળવી બાળકો માટે ક્રીંડાગણ અને સિનિયર સિટીઝન માટે એક્ટીવિટીનું આયોજન કરવું છે. > તુષારપટેલ

ધારાસભ્યને પાસામાં પૂરવા માગ

^રૈયાસર્વે નંબરની સરકારી ખરાબાની જમીનમાં ધારાસભ્યે ગેરકાયદે પેશકદમી કરી હોય અને હાલમાં તેમાં પાર્ટી પ્લોટ બનાવવાની કાર્યવાહી ચાલતી હોય છતાં તેમની સામે સરકારી તંત્ર કોઇ પગલાં ભરતું નથી ત્યારે સરકારી જમીન દબાવનાર ઇન્દ્રનીલ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા પાત્ર છે. > ભરતભાઇચાંગેલા

લુખ્ખા તત્ત્વો બાળકોને ધમકાવે છે

^સંજયરાજએસ્ટેટમાં આવેલી 10 સોસાયટી વચ્ચે એક કોમન પ્લોટ છે. જ્યારે સોસાયટીમાં 1500થી વધુ બાળકો છે અને વડીલોના વોકિંગ માટે સુવિધા નથી ત્યારે ધારાસભ્ય કોમન પ્લોટ પચાવી પાડે તે કેટલી હદે યોગ્ય ગણાયω કોમન પ્લોટમાં બેઠેલા લુખ્ખાઓ છોકરાવને પગ મુકવા ધમકી આપે છે > પદમાબેનજૈન

રહેણાક હેતુનો કોમર્શિયલ ઉપયોગ થતો હોવાનો ગંભીર આક્ષેપ

િવસ્તારવાસીઓએ રેલી યોજી‘ઇન્દ્રનીલ હાય-હાય’ના સૂત્રોચ્ચાર કર્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો