તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ડી માર્ટ, એમેઝોન હોલ સહિત 92 સ્થળે ડેન્ગ્યૂના લારવા મળ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડી-માર્ટ, એમેઝોન હોલ સહિત 92 સ્થળે ડેન્ગ્યૂના લારવા મળ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | રાજકોટ

રાજકોટમાંમચ્છરજન્ય રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. ખાસ કરીને ડેન્ગ્યૂઅે ફેલાવતા રાક્ષસી પંજામાં સ્થિતિ વધુ ગંભીર બનતી જાય છે. જો કે તેની પાછળ લોકજાગૃતિનો અભાવ પણ એક કારણ છે. ડેન્ગ્યૂના મચ્છરોને ફેલાવામાં મોકળું મેદાન મળે એવી બેદરકારી દાખવવામાં આવી છે. કોઠારિયા રોડ પર ડી-માર્ટ, રૈયા ચોકડી પાસે આવેલા એમેઝોન હોલ સહિત વધુ આવા 92 સ્થળેથી ડેન્ગ્યૂના લારવા મળી આવ્યા હતા.

ડેન્ગ્યૂ સહિતના રોગચાળાને કાબૂમાં લેવા માટે મનપાની આરોગ્ય શાખા ઉપરાંત તમામ બ્રાન્ચની જવાબદારી મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ ફિક્સ કરી છે. દરમિયાન ત્રણેય ઝોનમાં મલેરિયા શાખાના વર્કરો, આરોગ્યની ટીમ દ્વારા ચેકિંગ ચાલી રહ્યું છે. રહેણાક, કોમર્શિયલ સંકુલ, હોસ્પિટલ, શાળા-કોલેજ, કન્સ્ટ્રક્શન સાઇટ, હોટેલ-રેસ્ટોરેન્ટ સહિતના સ્થળે ચાલતા ચેકિંગ દરમિયાન વધુ 92 જગ્યાએથી ડેન્ગ્યૂ ફેલાવતા મચ્છરના લારવા મળી આવ્યા હતા.

શહેરના કોઠારિયા રોડ પર આવેલા ડી-માર્ટ શોપિંગ સેન્ટરની બાંધકામ સાઇટ, રૈયા ચોકડી પાસે આવેલા એમેઝોન હોલ, કોઠારિયામાં રેઇનબો નાઇટ બાંધકામ સાઇટ, નાઇન સ્કવેર કન્સ્ટ્રકશન સાઇટ, દેવ અંકુર કન્સ્ટ્રકશન સાઇટ, બાલમુકુંદ પ્લોટ શેરી નં.5માં પારિજાત એપાર્ટમેન્ટ અને સિતારામ એપાર્ટમેન્ટ, રણછોડનગરમાં ઉજ્જવલ એપાર્ટમેન્ટ સહિત 90 સ્થળેથી ડેન્ગ્યૂના લારવા મળતા તમામને કુલ રૂ.36 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

દરમિયાન મ્યુનિ. કમિશનરના બંગલા વિસ્તાર રામકૃષ્ણનગરમાંથી ડેન્ગ્યૂના વધુ 3 કેસ મળી આવ્યા હોવાનું આરોગ્યશાખાના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

તંત્રે જવાબદારને રૂ.36000નો દંડ ફટકાર્યો

કમિ.ના બંગલા પાસે 3 ડેન્ગ્યૂના કેસ નોંધાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો