તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગણેશ મહોત્સવ શહેરના કાર્યક્રમો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણેશ મહોત્સવ/શહેરના કાર્યક્રમો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
{ રાજકોટ | જંક્શનપ્લોટ 11/8 સાર્વજનિક ગણેશ મહોત્સવમાં 10મી સપ્ટેમ્બરને શનિવારે રાતે 9 કલાકે શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ આલાપ ગ્રૂપના કલાકારો રજૂ કરશે.

{રાજકોટ | ત્રિકોણબાગ કા રાજા ગણેશ મહોત્સવમાં શનિવારે સાંજે 5 કલાકે નાના બાળકો માટે શ્લોક, જોક્સની સ્પર્ધા અને રાતે નવ કલાકે શાળાના બાળકોનો ભવ્ય ડાન્સ ટેલેન્ટ શો યોજાશે. શહેરીજનો અને વાલઅીઓે ઉપસ્થિત રહેવું. શુક્રવારે દીકરી વહાલનો દરિયો બેટી બચાવો અભિયાન યોજાયું હતું.

{રાજકોટ | સમસ્તમાલણમા પરિવાર દ્વારા ભીલ કા રાજા ગણપતિ મહોત્સવમાં 10 સપ્ટેમ્બરના સાંજે 7.30 કલાકે ભીલવાસ, જનસતા પ્રેસ ચોક મહાઆરતી કરાશે.

{રાજકોટ | વિવેકાનંદકોલેજ દ્વારા ગણપતિ મહોત્સવની 5મી સપ્ટેમ્બરના ઉજવણી કોલેજ ખાતે કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ગણેશજીનું સ્થાપન કરી આરતી ઉતારી અને પ્રસાદ, અન્નકૂટ ભગવાન સન્મુખ ધર્યો હતો. ધાર્મિક કાર્યક્રમમાં સર્વે કોલેજનો સ્ટાફ, વિદ્યાર્થીઓ જોડાયા હતા.

{રાજકોટ | રાવલનગરવિસ્તારમાં જય ગણેશ ગ્રૂપ દ્વારા ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. શેરીના 10 થી 13 વયના બાળકોએ ઉપરોક્ત આયોજન કર્યું છે. જેમાં જય, વંદિશ, ભગીરથ, પ્રયાગ, ધ્રુવ, પ્રિન્સ, કસિંદ અને ગ્રૂપના વિનિત આડેસરાનો સમાવેશ થાય છે. સવાર, સાંજ પૂજન, અર્ચન, પ્રસદા વિતરણ કરવામાં આવે છે.

{રાજકોટ | આજીવસાહત, ખોડિયારનગર ખાતે મુરલીધર યુવા ગ્રૂપ દ્વારા ગણેશ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. દરરોજ સાંજે મહાઆરતી અને જુદી જુદી જાતના લાડુનો ભોગ ભગવાનને ધરાય છે. કાર્યક્રમના આયોજન માટે મંડળ પ્રમુખ અજયસિંહ ચુડાસમા, સંજયભાઇ ઓળકિય, લતાવાસીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

{રાજકોટ | જીવનનગરવિકાસ સમિતિ વોર્ડ નં-10, જાગૃતિ નાગરીક મંડળ અને મહાદેવ કારોબારી સમિતિ અને મહિલા સત્સંગ મંડળ દ્વારા ગણેશ મહોત્સવને રૈયા રોડ, 4-જીવનનગર, મહાદેવધામ ખાતે આયોજન કરાયું છે. મહોત્સવ દરમિયાન ગણપતિ સ્તુતિ ગાયન સ્પર્ધા યોજાઇ હતી. શોભનાબેન ભાણવાડિયા, પ્રસન્નાબા વાળા, હંસાબેન ચુડાસમા, ભારતીબેન જોષી, સુનીતાબેન વ્યાસ વગેરે મહોત્સવના સહભાગી બન્યા હતા.

{રાજકોટ | રઘુવંશીલેડિઝ ક્લબ વોર્ડ નં-11 દ્વારા 10 સપ્ટેમ્બરના સાંજે 4 થી 6 કેસરીયા વાડી, કાલાવડ રોડ ખાતે સભ્યોના બાળકો માટે સરસ્વતી સન્માન સમારોહ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો