તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વ્યવસાયમાં અંગ્રેજી ભાષા જરૂરી પણ માતૃભાષા ઓળખ છે : જનક દેસાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યવસાયમાં અંગ્રેજી ભાષા જરૂરી પણ માતૃભાષા ઓળખ છે : જનક દેસાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જેનેમારી ભાષા સમજાતી નથી નક્કી ગુજરાતી નથી.. ખલીલ ધનતેજવીનો શેરનો ઉપયોગ મૂળ પાલનપુરના અને હાલ અમેરિકા સ્થિત કવિ જનક દેસાઇ માટે કરી શકાય. જનકભાઇ દેસાઇના બે કાવ્યસંગ્રહ હાથ મેં ઝાલ્યો પવનનો અને આભ ખોલે વાંસળી નું પાંચજન્ય સાહિત્ય સેતુ દ્વારા રવિવારે હેમુગઢવી હોલના ઓડિટોરિયમમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાસ્કરભાઇ જ્હાના હસ્તે વિમોચન થશે. 38 વર્ષ પહેલાં અમેરિકા સ્થાયી થયેલા જનકભાઇએ કહે છે કે, વ્યવસાયિક દ્રષ્ટિએ અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ અનિવાર્ય છે, અમેરિકા જઇને અંગ્રેજી ભાષા શીખ્યો પરંતુ, માતૃભાષાએ માળસની મૂળ ઓળખ અને ગૌરવ છે. સામાજિક, કૌટુંબિક અને શિક્ષણ, ત્રણેયએ પ્રયત્ન કરવો જોઇએ કે, સંતાનો ભલે અંગ્રેજીમાં ભણે પણ ઘરમાં ગુજરાતી બોલવું જોઇએ.

વિદેશમાં રહીને પણ ગુજરાતી ભાષા અને ગુજરાતી કવિતાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ જનકભાઇ દેસાઇએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, માનવ મેળો ભાતીગળ છે, શબ્દનો અર્થ અને પર્યાય એથીય વધુ ભાતીગળ છે. ભાતીગળ દ્રશ્યો અને ઘટનાઓમાં ખૂદને મળવાની આપણી શોધ ક્યારેક ફળે અને ક્યારેક પણ ફળે. ફળે તો આત્મસાક્ષાત્કાર સમજવો. ભીતરનો લય અને સતત ચિંતન જે ભીડ અનુભવતા હતા તે વ્યાપ ઇચ્છતા હતા. કોઇ અજાણ ક્ષણે શબ્દને પાંખ મળી ગઇ, ગુજરાતી ભાષા મારો પ્રાણ હોવાની જાણ થવામાં 53 વર્ષ વીતી ગયા. આધુનિક ટેક્નોલોજી, સોશિયલ મીડિયાના યુગમાં ભાષાનો પ્રચાર અને પ્રસાર વિશાળ ફલક પર થઇ શકે છે. 14 સભ્ય સાથે શરૂ કરેલા વેબ ગ્રૂપમાં પેજમાં અત્યારે 19 હજારથી વધુ કવિઓ સભ્ય છે.

પાંચજન્ય સાહિત્ય સેતુ દ્વારા અમેરિકા સ્થિત કવિ જનક દેસાઇના બે કાવ્યસંગ્રહનું રવિવારે વિમોચન

સોશિયલ મીડિયા થકી ગુજરાતી ભાષાનો પ્રચાર થઇ શકે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો