તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ચોરીનો પ્રયાસ કરનાર તસ્કરો મોબાઇલ બાઇક મૂકી ભાગ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરીનો પ્રયાસ કરનાર તસ્કરો મોબાઇલ-બાઇક મૂકી ભાગ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાસાધુવાસવાણી રોડ પર આવેલી સોનીની દુકાનમાં ગુરુવારે સાંજે ગ્રાહકના સ્વાંગમાં ઘૂસેલા બે તસ્કરોએ રૂ.74 હજારના સોનાના દાગીના ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. વેપારીની નજર પડતાં તેમણે પકડવાનો પ્રયાસ કરતા બંને તસ્કરો પોતાનો મોબાઇલ અને બાઇક મૂકી નાસી ગયા હતા. પોલીસે તસ્કર બેલડીને ઝડપી લેવા સીસીટીવી કેમરાના આધારે શોધખોળ શરૂ કરી હતી.

સાધુવાસવાણી રોડ પરના અજંતાપાર્કમાં રહેતા અને ઘર નજીક પોપ્યુલર કોમ્પલેક્સમાં પી.જે.જ્વેલર્સ નામે દુકાન ધરાવતા પ્રતીકભાઇ જયેશભાઇ રાણીંગા ગુરુવારે સવારે પોતાની દુકાને હતા ત્યારે 30 થી 35 વર્ષની વયના બે શખ્સો દુકાનમાં આવ્યા હતા અને સોનાની કાનની બૂટી જોવા માગી હતી અને રૂ.700ની કાનની બાલી લઇને જતા રહ્યા હતા. સાંજે પાંચેક વાગ્યે બંને શખ્સો ફરીથી આવ્યા હતા અને બાલી બદલાવી રૂ.1330ની કિંમતની બીજી બાલી લઇ ગયા હતા. સાંજે સાતેક વાગ્યે પ્રતીકભાઇ કામ સબબ બહાર ગયા હતા અને તેના પિતા જયેશભાઇ દુકાને હતા ત્યારે ફરીથી અે બંને શખ્સો બાઇકમાં દુકાને આવ્યા હતા અને કાઉન્ટર પરથી સોનાની નવ વીંટીઓ અને બે કાનસર સહિત કુલ રૂ.74 હજારની કિંમતના સોનાના દાગીન સેરવવાનો પ્રયાસ કર્યો હતો.

વેપારી જયેશભાઇની નજર પડી જતા તેમણે બંનેને પકડવાનો પ્રયાસ કરતા બંને તસ્કરોએ દોટ મૂકી હતી. ભાગતી વખતે તેના હાથમાંથી એક મોબાઇલ અને બાઇકની એક ચાવી પડી ગઇ હતી. બંને શખ્સો યુનિકોર્ન બાઇકમાં ભાગી ગયા હતા.

બનાવની જાણ થતા ગાંધીગ્રામ-2 પોલીસ દોડી ગઇ હતી. પોલીસે તપાસ કરતા બંને તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા. પોલીસે મોબાઇલ નંબરના આધારે તપાસ શરૂ કરી હતી. તસ્કરો જે બાઇકમાં આવ્યા હતા તે ચોરાઉ હોવાની પોલીસે શંકા વ્યકત કરી હતી.

સાધુવાસવાણી રોડ પરના પોપ્યુલર કોમ્પ્લેક્સનો બનાવ

ગ્રાહકના સ્વાંગમાં સોનાના વેપારીની દુકાનમાં ઘૂસ્યા હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો