તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • લોન અપાવવાની લાલચ આપી યુવકને રૂ. 10 હજારનો ધૂંબો મારનાર પકડાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોન અપાવવાની લાલચ આપી યુવકને રૂ. 10 હજારનો ધૂંબો મારનાર પકડાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગઠિયાઓયેનેકન પ્રકારે લોકોને ફસાવતા હોય છે. રાજકોટના એક યુવકને ત્રણ વર્ષ પહેલા લાખોની લોન અપાવવાની લાલચ આપી વડોદરાના શખ્સે રૂ.10 હજારનો ધૂંબો માર્યો હતો, શખ્સ ફરીથી શહેરમાં લોકોને છેતરવા આવતા યુવકે તેને ઓળખી લઇ પોલીસ હવાલે કર્યો હતો.

જામનગર રોડ પરના આદિનાથ એપાર્ટમેન્ટમાં રહેતા જયદીપભાઇ મહેશભાઇ જોષી (ઉ.વ.30)અે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વડોદરાના ફિરોજ અબ્દુલ ચરોતરનું નામ આપ્યું હતું. જયદીપભાઇ જોષીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ત્રણેક વર્ષ પૂર્વે એક અખબારમાં પર્સનલ લોન માટે મળો તેવી જાહેરખબર વાંચી તેણે તેમાં દર્શાવેલા નંબર પર ફોન કરતા ફોન રિસિવ કરનારે જયદીપભાઇને હોટેલ સમ્રાટ ખાતે બોલાવ્યા હતા.

જયદીપભાઇ હોટેલે પહોંચ્યા ત્યારે ત્યાં હાજર વડોદરાના ફિરોઝ ચરોતરે અઠવાડિયામાં સો ટકા લોન થઇ જશે તેમ કહી જરૂરી ડોક્યુમેન્ટ તરીકે પાંચ કોરા ચેક, ચૂંટણી કાર્ડ, પાનકાર્ડ સહિતના પુરાવા લીધા હતા અને ડોક્યુમેન્ટ ચાર્જના રૂ.2500 વસૂલ્યા હતા. ત્રણ દિવસ બાદ ફિરોઝે ફરીથી જયદીપભાઇને ફોન કરીને બોલાવ્યા હતા અને રૂ.30 લાખની લોન થઇ ગઇ છે તેવું કહી લોનના ચાર્જ પેટેના રૂ.7500 વસૂલ્યા હતા અને રૂ.30 લાખની રકમનો ચેક સાંજે લઇ જજો તેમ કહ્યું હતું. સાંજે યુવકે ચેકની ઉઘરાણી કરતા ફિરોઝે હજુ બે-ત્રણ દિવસ લાગશે તેમ કહી વધુ રૂ.10 હજારની માગ કરી હતી. અને બાદમાં પોતાનો મોબાઇલ બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જયદીપભાઇએ તેને શોધવાના પ્રયાસો કર્યા હતા પરંતુ તેમાં સફળતા મળી નહોતી. દરમિયાન ત્રણેક દિવસ પૂર્વે અખબારમાં ફરીથી પર્સનલ લોનની જાહેરખબર છપાતા જયદીપભાઇએ તેમાં દર્શાવેલા સરનામું જેએમસી હોટેલે પહોંચી તપાસ કરતા ફિરોઝ નજરે પડ્યો હતો. જયદીપભાઇએ અંગે જાણ કરતા ક્રાઇમબ્રાંચના પીએસઆઇ કાનમિયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને ફિરોઝને દબોચી લીધો હતો. વડાદરાના શખ્સે અનેક લોકોને પધ્ધતિથી છેતર્યાની શંકાએ એ.ડિવિઝન પોલીસે ફિરોઝની ધરપકડ કરી તેને રિમાન્ડ પર લેવાની તજવીજ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સહિત રાજકોટમાં આવા અનેક કિસ્સાઓ બહાર આવે છે છતાં લોકો અવાર નવાર છેતરાતા રહે છે.

ત્રણ વર્ષ પૂર્વે યુવક પાસેથી પૈસા લઇ વડોદરા નાસી ગયો’તો

અખબારમાં જાહેરખબર આપી બેરોજગારોને ફસાવતો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો