તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ગણેશના પંડાલોને પુરસ્કૃત કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણેશના પંડાલોને પુરસ્કૃત કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંચાલી રહેલા ગણપતિ મહોત્સવમાં શહેર પોલીસતંત્ર પણ સહભાગી બન્યું છે અને શ્રેષ્ઠ પંડાલના સંચાલકોને બિરદાવવામાં આવશે.

શહેર ટ્રાફિકશાખાના એસીપી કે.બી.ઝાલાની યાદીમાં જણાવાયું હતું કે, ગણપતિની જે મૂર્તિ ઇકોફ્રેન્ડલી હોઇ અને 9 ફૂટ સુધીની ઊંચાઇ હોઇ તે પંડાલને હરીફાઇમાં સ્થાન આપવામાં આવશે. આવી યોગ્યતા ધરાવતા પંડાલના સંચાલકોએ તેઓના નામ સરનામા સહિતની વિગતો શહેર ટ્રાફિક શાખાઅે રૂબરૂ જઇ તેની નોંધ કરાવવાની રહેશે. નોંધ થયા બાદ કમિટના સભ્યો સ્થળની મુલાકાત લેશે અને શ્રેષ્ઠ પંડાલોને નંબર આપશે. પસંદગી પામનાર પંડાલોને પોલીસ તરફથી ઇનામ અને પ્રસંશાપત્રો આપવામાં આવશે. નામ નોંધણી તા.11 સપ્ટેમ્બરના રાત્રીના આઠ વાગ્યા સુધી કરવામાં આવશે. ત્યારબાદ કોઈ એન્ટ્રી સ્વીકારાશે નહીં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો