તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ટ્રકની ઠોકરે ચડી જતાં બાઇકચાલકનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રકની ઠોકરે ચડી જતાં બાઇકચાલકનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરમાંવધી રહેલા અકસ્માતના બનાવો વચ્ચે શુક્રવારે 150 ફૂટ રિંગરોડ પર ટ્રકની ઠોકરે બાઇકચાલક ગિરનાર સોસાયટીના યુવકનું મોત નીપજ્યું હતું.

ખીજડાવાળા રોડ પરની ગિરનાર સોસાયટીમાં રહેતો અને ગોંડલ રોડ પર હોન્ડાના શોરૂમમાં નોકરી કરતો ભાવેશ દિનેશભાઇ ફળદુ (ઉ.વ.22) શુક્રવારે બપોરે બાઇક ચલાવીને નોકરી પરથી ઘરે જમવા જતો હતો અને 150 ફૂટ રિંગ રોડ પર રાધે હોટેલ પાસે પહોંચ્યો હતો ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલી ટ્રકે બાઇકને ઠોકરે લીધું હતું. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા માલવિયાનગર પોલીસ દોડી ગઇ હતી.

પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે, ભાવેશ બે ભાઇમાં નાનો હતો. યુવાન પુત્રના મોતથી ફળદુ પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. પોલીસે જીવલેણ અકસ્માત સર્જી ટ્રક સ્થળ પર મુકીને નાસી ગયેલા ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો