તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મુંબઇનો ફરાર શખ્સ રાજકોટમાંથી ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઇનો ફરાર શખ્સ રાજકોટમાંથી ઝડપાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇનીપેઢીમાં કામ કરતા બંગાળી કારીગરે પેઢીમાલિકની નજર ચૂકવી રૂ.31,60,048ની કિંમતના સોનાના દાગીના તફડાવી લઇ ફરાર થઇ ગયો હતો. લાખોના સોનાના દાગીના લઇ નાસતા-ફરતા શખ્સને રાજકોટ પોલીસે દબોચી લઇ મુંબઇ પોલીસ હવાલે કર્યો હતો.

મુંબઇના કાલબાદેવી વિસ્તારમાં આવેલી કલામ સલામ મલિકની સોનાના દાગીના બનાવવાની પેઢીમાં કામ કરતો બંગાળી કારીગર ઇબાદુર રહેમાન લુતફરરહેમાન શેખ 30 મેના પેઢીના ઉપલા માળે પડેલા સોનાના દાગીનામાંથી 16 નેકલેસ, 16 જોડી કાનના ઇયરિંગ મળી કુલ રૂ.31,60,048ની કિંમતના 1 કિલો 96 ગ્રામ સોનાના દાગીના લઇ રફૂચક્કર થઇ ગયો હતો. ગુનામાં મુંબઇ પોલીસ બંગાળી કારીગરની શોધખોળ કરતી હતી પરંતુ તેનો કયાંય પતો લાગ્યો નહતો.

દરમિયાન ઇબાદુર રહેમાન રાજકોટમાં છુપાયો હોવાની પેઢીના માલિક કલામ મલિકને હકીકત મળતા તેમણે રાજકોટ ક્રાઇમબ્રાંચની મદદ માગી હતી અને પીએસઆઇ સોનારા, હેડ કોન્સ્ટેબલ મોહનભાઇ મહેશ્વરી અને સામતભાઇ સહિતના સ્ટાફે તપાસ કરી બેડીપરામાંથી ઇબાદુર રહેમાનને દબોચી લીધો હતો. ફરાર કારીગર ઝડપાયાની જાણ કરાતા મુંબઇ પોલીસ રાજકોટ દોડી આવી હતી અને તેને લઇ ગઇ હતી.

ક્રાઇમબ્રાંચે ઝડપી મુંબઇ પોલીસ હવાલે કર્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો