તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ત્રણ કાર હંકારી જનાર તસ્કર ત્રિપુટી ઝડપાઇ, 3 કાર કબજે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રણ કાર હંકારી જનાર તસ્કર ત્રિપુટી ઝડપાઇ, 3 કાર કબજે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
150ફૂટ રિંગ રોડ પર આવેલા બંસી ઓટો કન્સલટન્ટમાંથી ચારેક દિવસ પૂર્વે રાત્રીના ત્રણ કારની ચોરી થઇ હતી. શહેર પોલીસે કુખ્યાત ત્રિપુટીને દબોચી લઇ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને ત્રણેય ચોરાઉ કાર કબજે કરી હતી.

બંસી ઓટો કન્સલટન્ટમાંથી ચારેક દિવસ પૂર્વે ચોકીદાર નિદ્રાધીન હતો ત્યારે તસ્કરો ત્રણ કાર હંકારી ગયા હતા. દરમિયાન કાર ચોરીમાં સંડોવાયેલી ત્રિપુટી ગોંડલ રોડ પર માલવિયા કોલેજના ગેટ પાસે હોવાની માલવિયાનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અમૃતભાઇ મકવાણાને હકીકત મળતા પીઆઇ ગોઢાણિયા, પીએસઆઇ હડિયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે સ્થળ પર હાજર મૂળ બોરડી સમઢિયાળાનો વતની અને હાલમાં સુરત રહેતા નટુ ઉર્ફે નિલેશ ઉર્ફે નટવરલાલ ગાંડુ બુુટાણી, વઢવાણના વસીમ દાઉદ ભટ્ટી અને સુરેન્દ્રનગરના દિનેશ ધનસુખ જરવરિયાને દબોચી લઇ પૂછપરછ કરતા ત્રણેય શખ્સોએ બંસી ઓટો કન્સલટન્ટમાંથી ત્રણ કાર ચોરી કર્યાની કબૂલાત આપતા પોલીસે ત્રણેય કાર કબજે કરી હતી.

એસીપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે, ત્રણેય શખ્સો ગુનાહિત ભુતકાળ ધરાવે છે. નટુ બુટાણી રાજકોટમાં ચોરીના ગુનામાં, જૂનાગઢમાં લૂંટના ગુનામાં અને જેતપુરમાં હત્યાની કોશિશના ગુનામાં પકડાઇ ચૂક્યો છે. વસીમ ભટી ચારેક વર્ષ પહેલા દારૂ પીવાના કેસમાં પકડાયો હતો. તથા દિનેશ જરવરિયા સુરેન્દ્રનગરમાં હત્યા, હત્યાની કોશિશ સહિતના ગુનામાં સંડોવાઇ ચૂક્યો છે. તસ્કર ત્રિપુટી સુરેન્દ્રનગરથી કાર ભાડે લઇને રાજકોટ આવ્યા હતા અને ત્રણ કારની ચોરી કરી ભાડે લીધેલી કાર રેઢી મૂકી દીધી હતી.

ત્રણેય આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો