તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આપઘાત કરતા પહેલાં વોર્નિંગ સાઇન મળે છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત કરતા પહેલાં વોર્નિંગ સાઇન મળે છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આપઘાતએક અત્યંત કરુણ ઘટના છે. સામાન્ય રીતે દરેક માણસ મૃત્યુને પાછું ઠેલવવા પ્રયત્નો કરતો હોય છે ત્યારે કેટલાક લોકો સામેથી મૃત્યુ માગી લે છે. આવું બનવાના અનેક કારણો છે. હતાશા, બીમારી, પલાયનવાદ, ભય, ડિપ્રેશન, આઘાત, આર્થિક નુકસાન, સામાજિક બદનામી.... યાદી ખુબ મોટી છે. સવાલ છે કે, આપઘાત અટકાવવા શું કરવું જોઇએ ?

રાજકોટના પ્રખ્યાત ન્યૂરો-સાઇકિયાટીસ્ટ ડો.પરેશ શાહના જણાવ્યા અનુસાર આત્મહત્યા કરતા પહેલાં વ્યક્તિના જીવન-વ્યવહાર અને વ્યક્તિત્ત્વમાં જોઇ શકાય એવા પરિવર્તનો આવે છે. ઊંઘમાં અનિયમિતતા, ચિંતાનું વધતું પ્રમાણ, મિત્રો-કુટુંબીજનોથી દૂર થતાં જવું. નિરાશાવાદી વલણ, વ્યસનનું પ્રમાણ વધવું, પોતાનું જીવન અન્યો માટે બોજારૂપ લાગવું, સામાજિક તેમજ પોતાને મનગમતી પ્રવૃત્તિમાંથી રસ ઘટી જવો વિગેરે ચિન્હો વ્યક્તિની ડામાડોળ માનસિક સ્થિતિ દર્શાવે છે. આસપાસના લોકો કે પરિવારજનો લક્ષણો સમયસર પારખી લે તો બગડતી બાજી સુધારી શકાય. જરૂર પડ્યે તબીબી નિદાન તથા સારવાર કરાવવું જોઇએ.

ડો. શાહના જણાવ્યા મુજબ કાઉન્સેલિંગ થકી આપઘાતની ઘટનાઓ ઓછી થઇ શકે તે માટે ગુજરાતમાં 0261-6554050 તથા 18602662345, મુંબઇમાં 022-25563291 નંબર ઉપર હેલ્પલાઇન કાઉન્સેલિંગનો લાભ લઇ શકાય છે.

આપઘાત અટકાવવા અનેક હેલ્પલાઇન્સ

નજીકના લોકો સચેત રહે તે જરૂરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો