તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જૈન સમાજ માટે જૈનમ નવરાત્રી મહોત્સવ યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૈન સમાજ માટે જૈનમ નવરાત્રી મહોત્સવ યોજાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૈનસમાજ માટે પ્રથમ વખત રાજકોટની દરેક જૈન સંસ્થાના સહયોગથી જૈનમ નવરાત્રી મહોત્સવ 2016નું 1 ઓક્ટોબરથી 10મી ઓક્ટોબર સુધી 150, ફૂટ રિંગ રોડ, પારીજાત પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરાયું છે. રાસના પરફેકસન માટે જૈન સમાજના ખેલૈયાઓને નિ:શુલ્ક દાંડીયા રાસની તાલીમ અપાશે. 10 દિવસીય જૈનમ્ નવરાત્રી મહોત્સવમાં વિજેતા ખેલાડીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાશે. મા આદ્ય શક્તિના પર્વ નવરાત્રીની ભાવભેર ઉજવણી કરવામાં આવશે.

જૈન વિદ્યાર્થીઓ ભાઇઓ, બહોન પાસેથી ફક્ત રૂ.300 ડિપોઝીટ લેવાશે. જે ફક્ત 5 દિવસની હાજરી બાદ રકમ પરત કરી દેવામાં આવશે. નવરાત્રી મહોત્સવ વિદ્યાર્થીઓ માટે તદ્દન ફ્રી બની રહેશે. જૈન સમાજના ભાઇઓ, બહેનોને દાંડીયા રાસની પ્રેક્ટીસ કરવામાં આવી રહી છે. જેના માટે નિ:શુલ્ક કોચીંગ જુદા જુદા સ્થળે અપાય છે. ધૈર્ય પારેખ, રામકૃપા પાર્ટી પ્લોટ, 150, ફૂટ રિંગ રોડ, કુમારભાઇ શાહ, ઉપા કિરણ એપાર્ટમેન્ટ, સરદારનગર મેઇન રોડ, જયેશભાઇ મહેતા જયનાથ કોમ્પ્લેક્સની પાસે, મક્કમ ચોક, ગોંડલ રોડ ખાતે સંપર્ક સાધવાનો રહેશે. વધુ માહિતી માટે ધૈર્ય પારેખનો સંપર્ક સાધવો. નવરાત્રી મહોત્સવમાં પ્રથમ વાર બાળકો માટે એમ્યુઝમેન્ટ પાર્કનું પણ નિર્માણ કરાશે. ફોર્મ માટે જીતુભાઇ લાખાણી, ઢેબર રોડ, નિલેશભાઇ ભાલાણી, અંબા આશ્રીત, દિવાનપરા મેઇન રોડ, જયેશભાઇ વસા, જૈન બ્રાઇટ, ભક્તિનગર સર્કલ પાસે સંપર્ક સાધવો. મધ્યસ્થ કાર્યાલયે બ્રિજેશભાઇ મહેતા, ભરતભાઇ કાગદી, કાર્યક્રમને સફળ બનાવવા જીતુભાઇ કોઠારી, સુજીતભાઇ ઉદાણી, જયેશભાઇ વસા, નિલેશભાઇ કામદાર વગેરે સહકાર આપશે.

દરમિયાન રાજકોટની વિવિધ જૈન સંસ્થાઓના સહયોગથી પ્રથમ વખત જૈનમ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જૈન ખેલૈયાઓને નિ:શુલ્ક દાંડિયારાસના કોચિંગ વર્ગ પણ શરૂ કરવામાં આવશે.

નિ:શુલ્ક દાંડિયારાસના કોચિંગ વર્ગ

જૈન સમાજ માટે પ્રથમવાર આયોજન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો