• Gujarati News
  • National
  • ભોળાભાઇ હજુ લાપતા, હકુભા જાડેજા ગાંધીનગર મૂકી આવ્યા

ભોળાભાઇ હજુ લાપતા, હકુભા જાડેજા ગાંધીનગર મૂકી આવ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટનાકોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુના સુરક્ષાચક્રમાંથી જસદણના કોંગ્રેસના ધારાસભ્ય ભોળાભાઇ ગોહેલ છટકી ગયા બાદ સૌરાષ્ટ્રના રાજકારણમાં પણ અનેકવિધ ચર્ચા શરૂ થઇ છે. જામનગરના ધારાસભ્ય જો ભોળાભાઇને છેક ગાંધીનગર સુધી મૂકી આવ્યાનું કહેવાય છે.

સૂત્રોમાંથી મળતી વિગત મુજબ કોંગ્રેસના આઠ ધારાસભ્યને સાચવવાની જવાબદારી પરેશ ધાનાણી, ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને જવાહરભાઇ ચાવડાને સોંપાઇ હતી. તમામ ધારાસભ્ય રાજ્યગુરુની રાજકોટમાં નીલસિટી ક્લબમાં રોકાયા હતા. ચકલું પણ ફરકી શકે તેવી કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. આમ છતાં જસદણના ધારાસભ્ય ભોળાભાઇ ગુરુવારે બપોરે આરામથી ત્યાંથી છટકી જવામાં સફળ થયા હતા. બાબતે રાજકીય સૂત્રો જણાવી રહ્યા છે કે, જામનગરના કોંગ્રેસના ધારાસભ્ય હકુભા જાડેજા કે જેઓ છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસથી નારાજ છે તેઓ ગુરુવારે રાજ્યગુરુને ત્યાં આવ્યા હતા. ભોજન પણ ત્યાંજ લીધું હતું અને ભોળાભાઇને લઇને તેઓ નીકળી ગયા હતા. સીધા ગાંધીનગર પહોંચ્યા હતા. ભોળાભાઇના પ્રકરણમાં સૌએ પોતપોતાના દાવ કાઢી લીધાની પણ ચર્ચા છે. બાબતે કોંગ્રેસના બંને ધારાસભ્ય હકુભા જાડેજા અને ભોળાભાઇ ગોહેલનો સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી હતી. પરંતુ બંનેના મોબાઇલ ફોન સ્વીચઓફ આવતા હતા.

ભોળાભાઈ ગાયબ થઈ ગયાના અહેવાલ દિવ્ય ભાસ્કરે શુક્રવારના અંકમાં પ્રસિધ્ધ કરાયો હતો.

ભોળાભાઇને જસદણ અને તાલુકામાં પ્રવેશબંધી કરીશું

કુંવરજીભાઇબાવળિયાએ જણાવ્યું હતું કે, જસદણના ધારાસભ્ય ભોળાભાઇ ગોહેલ ગુરુવાર બપોર બાદ લાપતા થઇ ગયા છે ત્યારે તેમના સગા-સંબંધીઓ અને તેમના મિત્રો, શુભેચ્છકો સૌ કોઇને ફોન કરીને જાણ કરાઇ છે કે ભોળાભાઇનો સંપર્ક થાય તો જસદણમાં આવવા જણાવાયું છે. ભોળાભાઇ જો રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ વિરુદ્ધ મતદાન કરશે તો તેઓને જસદણ શહેર અને તાલુકાના ગામડાંમાં પ્રવેશબંધી ફરમાવવામાં આવશે. માટે શુક્રવારે વીંછિયામાં 500 થી વધુ આગેવાનોની બેઠક બોલાવવામાં આવી હતી અને સૌ કોઇએ એક સૂર સાથે ભોળાભાઇ જો કોંગ્રેસ છોડશે તો તેમને ગામડામાં પ્રવેશવા દેવામાં આવશે નહીં તેવા શપથ લીધા હતા.

રાજકોટજિલ્લા યૂથ કોંગ્રેસમાં ભડકો

રાજકોટજિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ હિરેન ખીમાણિયાએ રાજીનામું આપી દીધા બાદ પ્રમુખ તરીકે મુકુંદ ટાંકને જિલ્લાનો હવાલો સોંપવામાં આવતા યૂથ કોંગ્રેસના ઉપપ્રમુખ ભરતસિંહ જાડેજાએ યૂથ કોંગ્રેસના નેશનલ પ્રમુખ રાજાબાર સહિતના હોદ્દેદારોને મેઇલ કરીને ચીમકી ઉચ્ચારી છે કે, નિયમ મુજબ જિલ્લા પ્રમુખનો હોદ્દો પોતાને મળવો જોઇએ પરંતુ મુકુંદ ટાંકને હોદ્દો ભેટ ધરી દેવાયો છે. જો ચાર દિવસમાં યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવે તો યૂથ કોંગ્રેસમાંથી અનેક રાજીનામા પડશે.

ભોળાભાઇને નીલસિટી ક્લબમાંથી હકુભા લઇ ગયા

અન્ય સમાચારો પણ છે...