• Gujarati News
  • National
  • રાજકોટના ન્યારી ડેમ સાઈટ પર શુક્રવારે વરસેલા વરસાદને પગલે ન્યારી

રાજકોટના ન્યારી ડેમ સાઈટ પર શુક્રવારે વરસેલા વરસાદને પગલે ન્યારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટના ન્યારી ડેમ સાઈટ પર શુક્રવારે વરસેલા વરસાદને પગલે ન્યારી ડેમમાં નવાનીરની જબરી આવક થઈ હતી. બીજી તરફ ડેમની હાઈટ 25 ફૂટ હોવા છતાં 19 ફૂટે દરવાજા ખોલી નાખવાનું તંત્રે નકકી કર્યું હતું. જેના પગલે શુક્રવારે મોડી સાંજે ન્યારી ડેમના ચાર દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. ઉપરાંત રાજકોટ જિલ્લાના 25 ડેમની સંગ્રહ ક્ષમતા મુજબ 55.30 ટકા પાણીનો સંગ્રહ થયો છે. દેવભુમિ દ્વારકા જિલ્લાના 12 ડેમ 68.18 ટકા, જામનગર જિલ્લાના 20 ડેમમાં 71.56 ટકા અને સુરેન્દ્રનગર જિલ્લાના 11 ડેમમાં 83.04 ટકા તથા મોરબી જિલ્લાના 10 ડેમમાં 83.99 ટકા પાણીનો સંગ્રહ થયો છે. રાજકોટ સિંચાઇના 78 ડેમમાંથી 47 ડેમ ઓવરફ્લેા થયા છે. જેમાં 24 ગેટ વગરના અને 23 ગેટવાળા છે. 18 ડેમ 50 ટકાથી વધુ જ્યારે 14 ડેમ 50 ટકાથી ઓછા ભરાયેલા છે. રાજકોટનો છાપરવાડી-2 ડેમ સૌથી આછા પાણીની 22.12 ટકા આવક થઇ છે. } તસવીર: રવિ ગોંડલિયા

અન્ય સમાચારો પણ છે...