• Gujarati News
  • National
  • અવધિના 1 વર્ષ પૂર્વે ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરી શકાશે

અવધિના 1 વર્ષ પૂર્વે ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરી શકાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર |રાજકોટ

ડ્રાઇવિંગલાઇસન્સની એક્સાપાયરી ડેટ પૂરી થયાના 365 દિવસ પહેલા હવે લાઇસન્સ ધારક પોતાનું લાઇસન્સ રિન્યૂ કરી શકશે. અંગે ગુજરાત સરકારની વાહન વ્યવહાર કમિશનર કચેરી, ગાંધીનગર દ્વારા રાજ્યની તમામ આરટીઓ કચેરીને ખાસ પરિપત્ર મોકલી અમલવારી કરવા આદેશ આપ્યા છે.

રાજ્યની તમામ આરટીઓ/ એઆરટીઓ કચેરી ખાતે અરજદારો માટે ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરવા માટે લાઇસન્સની મુદ્દત પૂરી થયા તારીખના 365 દિવસ એટલે કે એક વર્ષ પહેલા ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરી શકશે. ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરવા માટે એનઆઇસી દ્વારા સારથી-2 અને સારથી-4 સોફ્ટવેરમાં જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે. તમામ આરટીઓ / એઆરટીઓઅે પરિપત્ર તાત્કાલિક અસરથી અમલવારી કરવા આદેશ અપાયા છે અને જરૂરી સ્પેશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી આપવા જણાવ્યું છે.

નોંધનીય છે કે અત્યાર સુધી ડ્રાઇવિંગ લાઇસન્સની મુદ્દત પૂર્ણ થયેથી 30 દિવસ રિન્યૂઅલ માટે છૂટના આપવામાં આવતા હતા. પાંચ વર્ષ સુધીમાં લાઇસન્સ રિન્યૂઅલ કરવામાં આવે તો અરજદારોને પરીક્ષામાંથી મુક્તિ આપવામાંં આવે છે, પરંતુ લાઇસન્સ તેજ તારીખથી અમલી બને છે. આમ નવા નિયમના અમલથી વાહનચાલકોને રાહત મળશે.

અન્ય સમાચારો પણ છે...