• Gujarati News
  • National
  • NCTEના નવા નિયમો સામે રિટ : 10 ઓક્ટોબર સુધી સ્ટે

NCTEના નવા નિયમો સામે રિટ : 10 ઓક્ટોબર સુધી સ્ટે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | રાજકોટ

નેશનલકાઉન્સિલ ફોર ટિચર એજ્યુકેશન (એનસીટીઇ) દ્વારા સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર બીએડ અને બીપીએડ કોલેજનું મૂલ્યાંકનની જવાબદારી નેક પાસેથી પરત લઇ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (ક્યુસીઆઇ)ને સોંપાતા દેશભરની બીએડ કોલેજોના સંચાલકોમાં ભારે ઉહાપોહ મચી ગયો છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન બીએડ કોલેજના સંચાલકોએ શુક્રવારે હાઇકોર્ટમાં રીટ દાખલ કરી હતી.

જેમાં હાઇકોર્ટે 10મી ઓક્ટોબર સુધીનો સ્ટે આપી એનસીટીઇને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. ગુજરાત રાજ્ય બીએડ-બીપીએડ સ્વનિર્ભર કોલેજ એસોસિએશનના સેક્રેટરી હરદેવસિંહ જાડેજાએ શુક્રવારે ગુજરાત હાઇકોર્ટમાં રીટ દાખલ કરી હતી. જેમાં ભાવનગરની સ્વનિર્ભર કોલેજો પણ જોડાઇ હતી.પિટિશનર દ્વારા હાઇકોર્ટમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, ક્યુસીઆઇ કેન્દ્ર સરકારની ઉદ્યોગો માટેની એજન્સી છે તેને શિક્ષણ સાથે કાઇ લાગતું વળગતું નથી. બીએડ કોલેજનું મૂલ્યાંકન નેક દ્વારા કરાયું છે.

ક્યુસીઆઇ અને નેકના નિયમો જુદા-જુદા છે. સ્વનિર્ભર કોલેજના સંચાલકોએ મૂલ્યાંકનની તૈયારી નેક કરી હોય અને પરીક્ષા ક્યુસીઆઇ પ્રમાણે આપવી પડે તો માર્ક કેવી રીતે આવે કોઇપણ કોલેજ માટે એક્રેડિટેશન ફરજિયાત હોઇ શકે તેમજ એક્રેડિટેશનના કારણે ડી ગ્રેડ વાળી કોલેજ બંધ કરી શકાય. કોલેજ શરૂ કરવા માટે જમીન, મકાન અને લાયકાત ધરાવતા સ્ટાફને ધ્યાનમાં લેવામાં આવે છે ત્યારે માત્ર મૂલ્યાંકનમાં મળેલા ગ્રેડના આધારે કોલેજો બંધ કરવી યોગ્ય ગણી શકાય. હાઇકોર્ટ દ્વારા કેસમાં 10મી ઓક્ટોબર સુધીનો સ્ટે આપવામાં આવ્યો છે અને એનસીટીઇને નોટિસ ઇસ્યુ કરી 10મી ઓક્ટોબર સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ કરાયો છે.

નોંધનીય છે કે, એનસીટીઇ દ્વારા સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર બીએડ, બીપીએડ કોલેજનું મૂલ્યાંકનની જવાબદારી નેક પાસેથી પરત લઇ ક્યુસીઆઇને સોંપાતા બીએડ કોલેજોના સંચાલકોમાં ઉહાપોહ મચી ગયો છે.

નેશનલ કાઉન્સિલ ફોર ટિચર એજ્યુકેશનને જવાબ રજૂ કરવા ફરમાન

નેકના બદલે ક્યુસીઆઇને બીએડ કોલેજોની મૂલ્યાંકનની જવાબદારી સોંપાતા ખાનગી કોલેજો હાઇકોર્ટના શરણે

અન્ય સમાચારો પણ છે...