• Gujarati News
  • National
  • વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળી યુવાને ઝેર પીધું

વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળી યુવાને ઝેર પીધું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મવડીરોડ પર બાપા સીતારામ ચોક પાસે રહેતા જેરામભાઇ ગોસાઇએ વ્યાજખોરોની પઠાણી ઉધરાણીથી કંટાળી ઝેરી દવા ગટગટાવી છે. પોલીસે પ્રકરણમાં ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. સ્નેહલબેન જેરામભાઇ ગોસાઇની ફરિયાદ પરથી પોલીસે પ્રવીણ જેઠવા,રવિ જેઠવા, હુસેન બાઉદ્દિન ઠેબાની ધરપકડ કરી છે. પીજીવીસીએલના કોન્ટ્રાક્ટના ધંધામાં જરૂરી પડતા ચામુંડા ફાઇનાન્સના પ્રવીણભાઇ પાસેથી 4 લાખ રૂપિયા ઉછીના લીધા જે પરત આપી દીધા છતાં ઉઘરાણી ચાલુ હતી અને કાર પણ ઊઠાવી ગયા. ત્યારબાદ પિતા પુત્રે હુસેન ઠેબાને ઉઘરાણીનો હવાલો સોપ્યો હતો, તેણે મકાનમાં રહેવા નહીં દેવાની ધમકી આપતા તેના પતિએ અંતિમ પગલું ભર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. પ્રકરણમાં દશનામ ગોસ્વામી સમાજે પોલીસ કમિશનરને રજૂઆત કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...