• Gujarati News
  • National
  • મફત મુસાફરી મુદ્દે ખૂની હુમલો કરનાર પકડાયો

મફત મુસાફરી મુદ્દે ખૂની હુમલો કરનાર પકડાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાંટીંબાવાડી બાયપાસ રોડ નજીક રહેતા દિલીપ કેશવાલા (ઉ.વ.39)ઉપર એક મહિના પહેલા ગોંડલ રોડ પર છરીથી હુમલો કરી ખૂનનો પ્રયાસ કરવાના ગુનામાં ફરાર વિપુલ વૃજલાલ દુબલ ઉર્ફે દાઢીને પીઆઇ બી.એમ.જાડેજા સહિતના સ્ટાફે પીડીએમ કોલેજ નજીકથી બાતમીના આધારે ઝડપી લીધો હતો. જેતપુરનો દિલીપ દાઢીને બસમાં મફત બેસવાની ના પાડતા ઉશ્કેરાયેલા વિપુલ દાઢી છરીથી હુમલો કરીનેે છરીના ઘા મારીને નાસી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...