તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સેક્સની લાલચ આપી કારખાનેદારને લૂંટી લેવાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેક્સની લાલચ આપી કારખાનેદારને લૂંટી લેવાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
યુવકોનેમધલાળ દેખાડી ફસાવતી વધુ અેક ગેંગના કરતુતો પ્રકાશમાં આવ્યા હતા. રીબના કારખાનેદારને અંગતપળો માણવા માટે બોલાવ્યા બાદ યુવતી સહિતની ગેંગે નગ્ન તસવીર ખેંચી લઇ બદનામ કરવાની ધમકી આપી રૂ.45 હજાર રોકડા તેમજ મોબાઇલ અને બાઇક લૂંટી લીધા હતા. પોલીસે યુવતી સહિત બેને ઝડપી લઇ અન્ય ત્રણની શોધખોળ શરૂ કરી હતી.

ગોંડલના રીબ ગામે રહેતા અને રાજકોટમાં કારખાનું ધરાવતા સાગર જયંતીભાઇ લીલા (ઉ.વ.25)નો રણુજા મંદિર પાસેના શ્યામપાર્કમાં રહેતી ગીતા રવિ ગોસ્વામી (ઉ.વ.24) સાથે એક મહિલા મારફત પરિચય થયો હતો અને ગીતાએ કારખાનેદાર યુવકને તા.9ના સાંજે પાંચ વાગ્યે પોતાના ઘરે અંગત પળો માણવા બોલાવ્યો હતો. બુલેટ લઇને યુવતીના ઘરે સાગર પહોંચ્યો હતો અને યુવતી સાથે રૂમમાં બેઠો હતો વખતે ભૂપી, બંટી અને એક અજાણ્યો પુરુષ તથા એક યુવતી ધસી આવ્યા હતા. તમામ શખ્સોએ સાગરને ફડાકા ઝીંકી નગ્ન કરી તેના ફોટા પાડી લીધા હતા અને બદનામ કરવાની ધમકી આપી રૂ.50 હજારની માગ કરી હતી.

પૈસા પડાવવા માટે ચિટર ગેંગે સાગરને એક કારમાં જુદા-જુદા સ્થળે લઇ જઇ એટીએમમાંથી 45 હજાર કઢાવી લીધા હતા અને સાગર પાસે રહેલો મોબાઇલ તેમજ બુલેટ લૂંટી ગેંગ નાસી ગઇ હતી. ચિટર ગેંગનો ભોગ બનેલા સાગર લીલાએ અંગે ફરિયાદ નોંધાવતા આજીડેમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.પી.સોલંકીએ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે ગીતા રવિ ગોસ્વામી અને રવિ દેવશી ભેડાની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ગીતા હાલમાં રિસામણે બેઠી છે અને કોડીનાર પંથકનો રવિ ભેડા રાજકોટમાં એમ.જી. હોસ્ટેલમાં રહી બીબીએમાં અભ્યાસ કરે છે. ગાયત્રી નામની યુવતીનું નામ ખૂલતા પોલીસે ભૂપી, બંટી અને ગાયત્રીની શોધખોળ શરૂ કરી હતી.

45 હજાર રોકડા અને બુલેટ પણ લૂંટી લેવાયું

રણુજા મંદિર પાસેના શ્યામપાર્કનો બનાવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો