તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જણાવો આપની મરજી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાવડીના લોકો ટાંકાના પાણીથી તરસ છીપાવે છે! શાસકોનું પાણી મપાઇ ગયું

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

વાવડીનેમહાપાલિકામાં ભેળવવા માટે તંત્રે ત્યાંની પ્રજાને અનેક પ્રકારે કોણીએ ગોળ ચોંટાડ્યા હતા. રોડ, ગટર, લાઇટ, પાણી, સફાઇ સહિતની પ્રાથમિક સુવિધાના ઝાંઝવાના જળ જેવા સ્વપ્નો દેખાડ્યા હતા. મનપામાં ભળ્યાને દોઢ વર્ષ વીતી ગયું, હરામ એકપણ સુવિધા ચાલુ થઇ હોય તો! છેવાડાના માનવીને સુવિધા આપવાની મોટી મોટી વાતો કરતા મનપાના શાસકો વાવડીની પ્રજાને પાણી પણ નથી આપી શકયા. રસુલપરા અને તરફના વિસ્તારોમાં તો ગંદકીની વચ્ચે ઊભા કરેલા ટાંકામાં મનપા થોડું ઘણું પાણી ઠલવી જાય છે અને પાણીથી પ્રજાની થોડી ઘણી તરસ છીપાઇ રહી છે. શેરીએ-ગલ્લીએ આવા પ્લાસ્ટિકની ટાંકીવાળા સ્ટેન્ડ પોસ્ટ ઊભા કરી દેવાયા છે. રહેવાસીઓ વોર્ડ ઓફિસે રજૂઆત કરવા જાય તો એક જવાબ મળે છે કે, પાઇપલાઇન ક્યારે પથરાય નક્કી નથી. ત્યાં સુધી ટાંકાનું પાણી પીવો! દિવ્ય ભાસ્કરની ટીમ જ્યારે રૂબરૂ સ્થિતિનો ચિતાર જોવા ગઇ ત્યારે સ્ટેન્ડ પોસ્ટ યુગથી તંગી આવી ગયેલી જનતાએ અત્યંત રોષભેર એવું કહ્યું હતું કે, મનપાના શાસકો હવે મત માગવા આવે એટલી વાર છે, વિસ્તારમાં પ્રવેશવા નથી દેવા.

સ્ટેન્ડ પોસ્ટ ફરતે ગંદકીના થર, પ્રજાના આરોગ્ય સાથે ચેડાં

રસુલપરાસહિતના વિસ્તારમાં એકબાજુ રોડની સુવિધા પણ નથી અને બીજીબાજુ મનપાના ટેન્કરમાંથી ઠલવાતા પાણીના કારણે સ્ટેન્ડ પોસ્ટ ફરતે તળાવ ભરાય જાય છે અને તેમાં ગંદકી ભળવાથી નાકે ડૂચા દઇને પાણી ભરવું પડે છે. આવી ગંદકી વચ્ચેથી પીવાનું પાણી મેળવતા વિસ્તારના 10 હજારથી વધુ લોકોના આરોગ્ય સાથે ચેડાં થઇ રહ્યા છે.

વાવડીવાસીઅોએ વર્ણવી વેદના

{ પાણી માટે આરએમસી પાસે રિતસર કરગરવું પડે એવી કમનસીબી સામે શાસકોએ હવે ડુબી મરવું જોઇએ. પ્રજાની વેદના જો નહીં સાંભળે તો જનતા રોડ પર ઉતરી આવે દિવસો રૂપે દૂર નથી, શાસકો ના ભુલે કે વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવે છે, પ્રજા હવે મૂર્ખ નહીં બને. >અમીબેન ઉપાધ્યાય

{વાવડી ગામની પાછળના વિસ્તારમાં આવેલો રસ્તો જે આંગન રેસી. વસુંધરા એપા. આકાર ડ્રાઇટ્સ, ખોડલ વ્રજ વિલાને જોડતા રસ્તાની હાલત જુઓ. ભૂગર્ભ ગટર થયા પછી અહીં લેવલીંગ પણ કરેલ નથી. જેથી દરેક જગ્યાએ ખાડા પડેલા છે અને ચોમાસામાં તો હાલત બહુ ખરાબ થઇ જાય છે. >હિરેન બાલધા

સુવિધા આપવાના બણગા ફૂંકતા શાસકોને ચૂંટણીમાં સબક શિખવવા લોકો આક્રમક

વારામાં કેરબા મૂકી ત્રણ-ત્રણ કલાક રાહ જોઇને બેસી રહેવું પડે છે

જ્યાં સ્ટેન્ડ પોસ્ટ ઊભા કરાયા છે તેમાંથી પણ વહેલા તે પહેલાના ધોરણે થોડુઘણુ પાણી માંડ નસીબ થાય છે. રસુલપરાના રહેવાસીઓને તો સ્ટેન્ડ પોસ્ટ પાસે કેરબાને લાઇનમાં વારામાં મૂકવા પડે છે. ક્યારે બે કલાક તો ક્યારેક ત્રણ-ત્રણ કલાક સુધી રાહ જોઇને બેસી રહેવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો