તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ટ્રસ્ટના વહીવટકર્તાઅે 1 કરોડ પોતાના ખાતામાં જમા કરાવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રસ્ટના વહીવટકર્તાઅે 1 કરોડ પોતાના ખાતામાં જમા કરાવ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જેતપુરમાંઆવેલા ટ્રસ્ટના રાજકોટ રહેતા વહીવટદાર તથા એક ટ્રસ્ટીએ મળી રૂ.1 કરોડ હજમ કરી લીધા હતા. વહીવટદારે ટ્રસ્ટના 1 કરોડ પોતાના ખાતામાં જમા કરાવી તમામ રકમ ઉપાડી લીધી હતી અને ટ્રસ્ટીએ વ્યવહાર અંગે સહમતી આપી કૌભાંડ આચર્યું હતું.

જેતપુરમાં આવેલા સર આદમજી હાજી દાઉદ એજ્યુકેશન એન્ડ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટની મુંબઇ ખાતેની ઓફિસમાં બેસતા ટ્રસ્ટી અબ્દુલરસીદ અબ્દુલસતાર મ્યાનુર (ઉ.વ.69)એ રાજકોટ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજરકોટના મોચીનગરમાં રહેતા યુસુફ અલ્લારખા દલવાણી અને મુંબઇ રહેતા અન્ય એક ટ્રસ્ટી ફેસલ અનિષ ફતાણીના નામ આપ્યા હતા. અબ્દુલરસીદ મ્યાનુરે ફરિયાદમાં જણાવ્યું હતું કે, જેતપુરમાં સર આદમજી હાજી દાઉદ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ વર્ષોથી ચાલે છે અને ટ્રસ્ટની હોસ્પિટલ સહિતની મિલકતો હતી. ટ્રસ્ટની ઓફિસ મુંબઇ આવેલી છે.

રોજ બરોજના વ્યવહાર માટે ટ્રસ્ટીઓને રાજકોટ કે જેતપુર આવવું સંભવ હોવાથી અગાઉ ટ્રસ્ટમાં ચોકીદાર તરીકે નોકરી કરતા રાજકોટના યુસુફ દલવાણીને પાવર ઓફ એટર્ની આપી હતી અને તે ટ્રસ્ટ વતી વહીવટ કરતો હતો. ચેરિટી કમિશનરે ટ્રસ્ટની જેતપુરની જમીન વેચવાની મંજૂરી આપતા ટ્રસ્ટે એક પેઢી સાથે નવ કરોડનો સોદો કર્યો હતો અને તે પેટે પેઢી દ્વારા રૂ.1 કરોડના ચેક સૂથી પેટે આપવામાં આવ્યા હતા. રૂ.1 કરોડના ચેક પોતાની પાસે આવતા યુસુફ દલવાણીએ એટલી રકમના ચેક ટ્રસ્ટના ખાતાને બદલે કોટક મહિન્દ્રા બેંકના પોતાના સેવિંગ ખાતામાં જમા કરાવી દીધા હતા.

ટ્રસ્ટના રૂ.1 કરોડના ચેક ખાનગી ખાતામાં જમા થવા આવતા બેંક સંચાલકોએ મુંબઇ ખાતેની અોફિસમાં ટેલિફોનિક સંપર્ક કરતા ટ્રસ્ટી ફેસલ ફતાણીએ વ્યવહાર યોગ્ય રીતે થતો હોવાની સહમતી આપી હતી. બાદમાં યુસુફ દલવાણીના ખાતામાં રકમ જમા થઇ જતાં યુસુફે તમામ રકમ બીજા દિવસે ઉપાડી લીધી હતી.

ટ્રસ્ટની મુંબઇ ખાતેની ઓફિસના એક શખ્સની સંડોવણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો