તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • { રાજકોટ| ગાંધીગ્રામશેરી નં 2 બી, એસ.કે.ચોક, ખાતે ભરતભાઇ બાંભવા, નવઘણભાઇ, દિપકભાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

{ રાજકોટ| ગાંધીગ્રામશેરી નં-2/બી, એસ.કે.ચોક, ખાતે ભરતભાઇ બાંભવા, નવઘણભાઇ, દિપકભાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
{ રાજકોટ| ગાંધીગ્રામશેરી નં-2/બી, એસ.કે.ચોક, ખાતે ભરતભાઇ બાંભવા, નવઘણભાઇ, દિપકભાઇ મકવાણા, સંદીપભાઇ વાડોલીયા તથા લતાવાસીઓના સહકારથી સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગણેશ મહોત્સવની મહાઆરતી સવારે 6.30 અને સાંજે 7.30 કરાઇ છે. ગણેશજી સન્મુખ વિવિધ પકવાનનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો.

{ રાજકોટ| કોઠારિયાકલોની કા મહારાજા ગણેશ મહોત્સવમાં દરરોજ સવાર, સાંજ પૂજન, અર્ચન કરાયા છે. દરરોજ રાતે મહાપ્રસાદ, મહાઆરતી કરાય છે. 12 સપ્ટેમ્બરના રાતે સત્યનારાયણ ભગવાનની કથા યોજાશે. કાર્યક્રમના સફળ આયોજન માટે વિનાયક ગ્રૂપના પ્રમુખ તથા નિર્મલસિંહ જાડેજા, કિરણબેન વડગામા, રાજુભાઇ વડગામા, રાજદીપસિંહ જાડેજા, નિમૈષભાઇ પરમાર જહેમત ઉઠાવી રહ્યા છે.

{ રાજકોટ| કડવીબાઇવિરાણી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ રોટરી ક્લબ ઓફ મીડટાઉન 3060 દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં નૃત્ય રજૂ કર્યું હતું. ગણેશ વંદના સાથે ભરતનાટ્યમ અને લોકનૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ યાજ્ઞિક રોડ, ડોલ્સ મ્યુઝિયમ ખાતે નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યા સોનલબેન શાહે વિદ્યાર્થિનીઓને બિરદાવી હતી.

{ રાજકોટ| સ્કૂલઓફ સાયન્સ ખંભાળા સ્કૂલ ખાતે રાજકોટ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે 9મી સપ્ટેમ્બરના ગણેશ વંદના કરવામાં આવી હતી. શાળામાં દર વર્ષની જેમ વર્ષે પણ ઇકો ફ્રેન્ડલી ગણેશજીનું સ્થાપન કરાયું છે. શાળાના 700થી વધુ વિદ્યાર્થીઓ, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આરતી પોલીસ કમિશનર ગેહલોત, કપીલભાઇ પંડ્યા, સત્યમભાઇના હસ્તે કરાઇ હતી.

{ રાજકોટ| રૈયારોડ, જીવનનગર વિકાસ સમિતિ દ્વારા આયોજિત ‘જીવનનગર કા વિઘ્નહર્તા’ ગણેશ મહોત્સવમાં સોમવારે સાંજે 7 કલાકે દીપમાલાનું ઉદ્દઘાટન ભાજપ મહિલા અગ્રણી અંજલીબેન રૂપાણીના હસ્તે થશે. વોર્ડ નં-10ના નગર સેવકો ઉપસ્થિત રહેશે. ગણેશ મહોત્સવમાં દરરોજ મહાપ્રસાદ, મહાઆરતી, સ્તુતિ, સામૂહિક પાઠ કરાશે.

{ રાજકોટ| સ્વ.જે.ડી.ભાતેલિયાસ્મૃતિ સંસ્થાન દ્વારા નેશનલ યૂથ પ્રોજેક્ટના સહકારથી બહેનો માટે સાંધાના દર્દ માટે 12મી સપ્ટેમ્બરના સાંજે 6 થી 7.45 મારુતિનંદન કોમ્પ્લેકસ, જવાહર રોડ ખાતે નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાશે. ડો.કોમલબેન મોઢા સેવા આપશે. બુધવાર તા. 14 સપ્ટેમ્બરના સવારે 10.30 થી 12.45 અને સાંજે 6.15 થી 7.45 બહેનો માટે ખરતાવાળ, ચામડીના રોગ માટે નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો