તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ચોમાસાના અંતિમ તબક્કામાં ચર્મરોગીઓની સંખ્યામાં વધારો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોમાસાના અંતિમ તબક્કામાં ચર્મરોગીઓની સંખ્યામાં વધારો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચોમાસાનીઋતુના અંતિમ તબક્કામાં ગત સપ્તાહથી સતત ભેજ અને વરસાદી માહોલ બાદ શહેર અને જિલ્લામાં વાયરલ ઇન્ફેકશનના રોગચાળાની સાથે ચામડીના દર્દી‍ઓની સંખ્યા પણ 25 ટકા જેટલી વધી ગઇ છે. ઋતુમાં સતત ભેજ અને દૂષિત પાણીને કારણે અનેક પ્રકારના રોગો વકરે છે જેમાં એક છે ચામડીના રોગ.આ સિઝનમાં ચર્મરોગોનુંપ્રમાણ વધે છે અને રોગોમાં શકય એટલી વહેલી તકે નિદાન અને સારવાર કરાવવી જરૂરી હોય છે.

ચોમાસાની ઋતુમાં પાણીથી ખાસ કરીને માખી-મચ્છરનો ફેલાવો વધવા પામે છે જયાં-ત્યાં ખાડા-ખાબોચીયામાં પાણી ભરાવાથી ગંદકીનું સામ્રાજય જોવા મળે છે. જેમાં ગડગુમંડનો રોગ શરીરમાં જોવા મળે છે રોગથી શરીરમાં ગુમડાનું પ્રમાણ વધે છે. શરીર પર જો ચોખ્ખાઈ રાખવામાં આવે તો તેનું પ્રમાણ આગળ વધવા પામે છે બીજા પ્રકારનો રોગ તે ખરજવાનો છે ખરજવાનો રોગ ચોમાસામાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. ખરજવા પણ બે પ્રકારના હોય છે એક લીલા ખરજવા અને સુકા ખરજવા ચોમાસાની ઋતુમાં સુકા ખરજવા હોય તે લીલા થઈ જાય છે. ખરજવાનો વહેલીતકે ઈલાજ કરાવવો આવશ્યક હોય છે.

ચોમાસાની ઋતુમાં ખાસ કરીને મચ્છર-જીવજંતુના લીધે પ્રકારનાં રોગો વધારે પ્રમાણમાં ફેલાય છે. ચામડીને લગતા રોગોને અટકાવવા માટે તાકીદના પગલા લેવાય તે આવશ્યક છે. અન્યથા રોગો મટવામાં લાંબો સમય લે છે.

ચર્મરોગથી બચવા આહારમાં નિયમન જરૂરી

વાઇરલ સાથે ચામડીના દર્દીઓ પણ વધ્યા

{ માખી-મચ્છરનો ફેલાવો થતો અટકાવવો (દવાનો છંટકાવ કરવો)

{ શરીર પર ખંજવાળ થવા દેવી (કડવા લીંમડાને પાણીમાં ઉકાળીને સ્નાન કરવું)

{ સ્વચ્છતા જાળવવી

{ ભીંના કપડાં પહેરવાનું ટાળવું

{ શુદ્ધ-સાત્વિક ખોરાક લેવો

{ નખ કાપેલા અને સ્વચ્છ રાખવા

{ શરીર પર આખી બાંયના કપડાં પહેરવા

{ બહારોનો કે ખુલ્લો ખોરાક ખાવાનું ટાળવું

{ પાણીને ઉકાળીને પીવું

ચર્મરોગને અટકાવવા આટલા પગલાં જરૂરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો