તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટના 2 સહિત સૌરાષ્ટ્રના 5 યુવાન ડૂબી ગયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટના 2 સહિત સૌરાષ્ટ્રના 5 યુવાન ડૂબી ગયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટમાંરવિવારે ગણેશ વિસર્જન વખતે ન્યારી ડેમમાં ડુબી જતાં કાકા ભત્રીજા, પ્રભાસપાટણમાં વેરાવળમાં ત્રિવેણી ઘાટે ગણેશ વિસર્જન સમયે બે યુવાન અને વંથલીના ગાઠીલા ગામે ઓઝત નદીમાં એક યુવક મળી 5ના નદીમાં ડુબી જતાં મોત િનપજ્યા હતા. રાજકોટના કણકોટમાં રહેતાં અને પોલીસ ખાતામાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં પ્રીન્સ ઉર્ફે જીતુભાઇ દાફડા (ઉ.વ.21) અને તેના કાકા ગોવિંદભાઇ જેરામભાઇ દાફડા (ઉ.વ.23) ન્યારી ડેમ ખાતે ગણેશ વિસર્જન કરવા માટે ગયા હતા સમયે પ્રીન્સનો પગ લપસતા તે ડુબવા માંડ્યો હતો તેને ડુબતો જોઇ તેના કાકા ગોવિંદભાઇએ તેને બચાવવા ડેમમાં ઝંપલાવ્યું હતું. જોકે બેમાંથી એક પણ બચ્યા હતા. કડિયાકામ કરતા ગોવિંદના લગ્ન દોઢ વર્ષ પૂર્વે થયા હતા. અને તેની પત્ની સગર્ભા છે. જ્યારે જૂનાગઢ જિલ્લામાં ત્રણ યુવાનોએ જીવ ગુમાવ્યા હતા. સોમનાથના ત્રિવેણી ઘાટ ખાતે વિસર્જન કરવા ગયેલા રાજેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા (ઉ.વ.29) અને વિકી બીરજુભાઇ ચોપડા (ઉ.વ.23) નદીમાં ડુબવા લાગતાં હાજર યુવાનો અને તરવૈયાઓએ ઝંપલાવી બંનેને બેભાન અવસ્થામાં બહાર કાઢી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડતાં ડો.મયુર ગૌદાણાએ બંનેને મૃત જાહેર કર્યા હતાં. કરૂણ બનાવથી ગણેશોત્સવનો ઉત્સાહભર્યો માહોલ શોકમાં ફેરવાઇ ગયો હતો. જૂનાગઢના માંગનાથ નજીક મારવેલ એપાર્ટમેન્ટમાં રહેતા કેટલાક યુવાનો આજે સાંજ ગણેશ વિસર્જન માટે વંથલીના ગાંઠીલા ગામે આવેલા ઓઝત નદીમાં ગયા હતા. તે દરમિયાન ભુસાર દિપકભાઇ નંદા અચાનક 30 ફુટ ઉંડા પાણીમાં ડુબી ગયો હતો. બનાવ બાદ ગામના સરપંચ મુકેશભાઇ ચોેહાણ અને કેટલાક ગામના લોકોએ પાણીમાં મૃતદેહ શોધવા ડુબકી લગાવી હતી. જોકે સફળતા મળી હતી.

પોલીસ ખાતામાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં ડૂબતા ભત્રીજાને બચાવવા જતાં કાકાનું પણ મૃત્યુ

ગણેશ વિસર્જન સમયે સોમનાથના ત્રિવેદી ઘાટ અને ઓઝત નદીના પટમાં બનેલી ઘટના

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો