તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • છે ગુજરાતનું સત્ય? | બાંધેલી ખુરશીઓ અને પાંજરામાં પ્રજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છે ગુજરાતનું સત્ય? | બાંધેલી ખુરશીઓ અને પાંજરામાં પ્રજા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરતમાંપાટીદાર અભિવાદન સમારોહમાં પાસના કાર્યકરોએ મુખ્યમંત્રી રૂપાણી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહની હાજરીમાં ખુરશીઓ ઉલાળી હોબાળો મચાવ્યો હતો. જસદણમાં રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં હોસ્પિટલના ખાતમૂહુર્તમાં આવી ઘટનાનું પુનરાવર્તન થાય તે માટે પોલીસે 200થી વધુની અટકાયત કરી હતી. દરમિયાન સભામંડપમાં રહેલી તમામ ખુરશીઓને પણ દોરી વડે બાંધી દેવામાં આવી હતી. બાળકો અને મહિલાઓને પાંજરાના વાડામાં બેસાડાયા હોય તેવી રીતે ગ્રીલ ફીટ કરવામાં આવી હતી અને પોલીસનો કાફલો ગોઠવી દેવાયો હતો. ઉપરાંત હોસ્પિટલનું ખાતમુહૂર્ત જેના હસ્તે થવાનું હતું તે પ્રખર રામાયણી મોરારિબાપુ જ્યારે હેલિપેડ પર આવ્યા ત્યારે તેમને આવકારવા એકપણ નેતા ડોકાયા હતા.

ભાવનગરમાં પણ રવિવારે મુખ્યમંત્રીનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં પણ અમુક પાટીદારો ઘૂસી ગયા હતા અને મુખ્યમંત્રીનું ભાષણ ચાલું થયું ત્યારે પાટીદાર યુવકોએ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા.

જસદણ અને ભાવનગરની સભાનો વિશેષ અહેવાલ... પાના નં. 7 અને 16

જસદણમાં પણ સુરતવાળી થાય તે માટે ભાજપે ‘છાશ ફૂંકી-ફૂંકીને પીધી....’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો