તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ | રાજકોટફૂટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ગુજરાતસરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભની અન્ડર-13 રાજ્યકક્ષાની સ્કેટિંગ સ્પર્ધા અમદાવાદમાં યોજાઇ હતી. જેમાં સદ્દગુરુ પ્રાથમિક વિદ્યાલયની વિદ્યાર્થિની ભાર્ગવી પાટડિયાએ તૃતીય સ્થાન અને રાજકોટમાં યોજાયેલી ઓપન સૌરાષ્ટ્ર સ્કેટિંગની લોંગ શોર્ટ રેસમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.


રાજકોટ | રાજકોટફૂટબોલ ટીમ અન્ડર-13માં લાલ બહાદુર શાસ્ત્રી અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં સાઉદ સાગરે 18 ગોલ કર્યા હતા અને ગોલ કીપર સાદીલ યાદવે 12 ગોલ રોકી ટીમને વિજય બનાવી હતી. ટીમમાં પ્રિયાંશુ સિંગ, સ્વીકાર સિંગ, ભાવિકા ગોસ્વામીએ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. આચાર્યા ભારતીબેન નથવાણી, કોચ અરવિંદ મકવાણાએ સ્પર્ધકોને બિરદાવ્યા હતા.

રાજકોટ | રાજ્યસરકાર દ્વારા અાયોજિત ખેલ મહાકુંભની અન્ડર-16 જૂડો સ્પર્ધામાં ધોળકિયા સ્કૂલની વિદ્યાર્થિની ઝાલા સંસ્કૃતિબાએ જિલ્લાકક્ષાએ તૃતીય સ્થાન મેળવ્યું હતું. ઉપરાંત અન્ડર-16 કુસ્તીમાં ઝાલા ભૂમિએ રાજ્યકક્ષાએ બ્રોન્ઝ પદક મેળવ્યું હતું. છાત્રાઓને સફળતાને શાળા પરિવારે બિરદાવી હતી.

જૂડો અને કુસ્તીમાં રાજ્ય, જિલ્લા સ્તરે ઉત્કૃષ્ઠ પ્રદર્શન

ફૂટબોલમાં વિજેતા થયા

સ્કેટિંગ સ્પર્ધામાં વિદ્યાર્થિની રાજ્યક્ક્ષાએ તૃતીય ક્રમે વિજેતા

જૂડો ખેલ મહાકુંભની રમતમાં વિદ્યાર્થિનીઓ વિજેતા થઇ

હેમ્પટન (જ્યોર્જિયા) : અમેરિકાનાપ્રોફેશનલ કાર રેસર જ્હોન હંટર નેમચેકે નાસ્કાર કૈપિંગ વર્લ્ડ ટ્રક સિરિઝ રેસ જીતી લીધી છે. એટલાન્ટા મોટર સ્પીડ-વે પર શેવરલેના રેસર નેમચેકે 1:39:09 કલાકમાં રેસ પૂરી કરી હતી. નેમચેક 18 વર્ષ, આઠ મહિના, 16 દિવસમાં રેસ જીતનારો યુવા રેસર બન્યો છે.

રેસ : નેમચેક એટલાન્ટામાં જીતનારો યુવા રેસર બન્યો

માન્ચેસ્ટર (ઇંગ્લેન્ડ) : આયર્લેન્ડનાકાર્લ ફ્રેમ્પટને ડબ્લ્યૂટીએ સુપર બેટમવેટ વર્લ્ડ ટાઇટલ ત્રીજી વખત પોતાના નામે કરી લીધું છે. તેણે માન્ચેસ્ટર એરિનામાં 20 હજાર પ્રેક્ષકોની સામે ફાઇનલ બાઉટમાં બ્રિટનના સ્કોટ ક્વિગને 116-112, 116-112,115-113થી પરાજય આપ્યો હતો.

બોક્સિંગ : ફ્રેમ્પટને ત્રીજી વખત બેંટમવેટ ટાઇટલ જીત્યું

ટોક્યો (જાપાન) : ઓસ્ટ્રેલિયનવ્હીલચેર એથ્લેટ કુર્ટ ફિયરનલેએ ટોક્યો મેરેથોનની મેન્સ સ્પર્ધા જીતી લીધી છે. તેણે એક કલાક 26 મિનિટ અને એક સેકન્ડ્સમાં રેસ પૂરી કરી હતી. ફિયરનલેએ સાઉથ આફ્રિકાના અર્નેસ્ટ વાનડિકને એક સેકન્ડના અંતરથી પાછળ રાખ્યો હતો. બીજી તરફ વિમેન્સ વર્ગમાં જાપાનની વાકાકો સુકિડા સતત નવમી વખત ચેમ્પિયન બની હતી.

મેરેથોન : એક સેકન્ડના અંતરથી કુર્ટ ફિયરનલે વિજયી બન્યો

અન્ય સમાચારો પણ છે...