• Gujarati News
  • એક રાતમાં પાંચ સ્થળે ખાબકી તસ્કરોનો અડધા લાખનો હાથફરો

એક રાતમાં પાંચ સ્થળે ખાબકી તસ્કરોનો અડધા લાખનો હાથફરો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બી.ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારને તસ્કરોએ નિશાન બનાવ્યું

ક્રાઇમરિપોર્ટર. રાજકોટ

શહેરનેધમરોળતા તસ્કરોએ સોમવારે રાત્રે એક સાથે પાંચ સ્થળે ખાબકી રૂ.59300નો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા. ત્રણેય ચોરી બી.ડિવિઝન પોલીસમથક વિસ્તારમાં થઇ હોય વિસ્તારના લોકોમાં ફ્ફડાટ ફેલાઇ ગયો હતો.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી રોડ પરના રામપાર્કમાં રહેતા અને ઘર નજીક પાન-બીડીની દુકાન ધરાવતા વિજયભાઇ શિવાભાઇ પટેલની પાનબીડીની દુકાન, મહેશભાઇ પટેલના ડેરીફાર્મ તથા નજીકમાં આવેલા પ્રોવિઝન સ્ટોર્સ તસ્કરોની નજરે ચડી ગયા હતા. તસ્કરો ત્રણેય સ્થળેથી કુલ રૂ.21 હજાર તફડાવી ગયા હતા, તેમજ જય જવાન જય કિસાન સોસાયટીમાં આવેલી તુલજા જ્વેલર્સ નામની દુકાનમાં ઘૂસી ટેબલના ખાનામાંથી ચાંદીના છત્તર, તુલસીના કયારા, પાયલની જોડી, સોનાના દાણા સહિત કુલ રૂ.26,300ની માલમતા ઉઠાવી ગયા હતા. માર્કેટિંગ યાર્ડમાં આવેલી શ્રીરામ ટ્રેડર્સ નામની દુકાનમાં ઘૂસી તસ્કરો 12 હજાર રોકડા ઉઠાવી ગયા હતા. અંગે સોરઠિયા વાડીમાં રહેતા ધનજીભાઇ અરજણભાઇ પીપળવાએ ફરિયાદ નોંધાવી હતી. એક સાથે પાંચ દુકાનોમાં ચોરી થતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

શહેરને ધમરોળી રહેલા તસ્કરોએ સોમવારે મોરબી રોડ પરની વધુ પાંચ દુકાનોને નિશાન બનાવી હતી.