તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અન્ડર ફિફટીન બેડમિન્ટમાં આનંદ મકવાણા ચેમ્પિયન

અન્ડર ફિફટીન બેડમિન્ટમાં આનંદ મકવાણા ચેમ્પિયન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતસ્ટેટ સબ જુનિયર બેડમિન્ટન સ્પર્ધામાં બોયઝ વિભાગમાં અન્ડર 15મા આનંદ મકવાણા અને અન્ડર 13માં જીત પટેલે મેદાન માર્યું હતું. વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમમાં રવિવારે અન્ડર 15 તેમજ અન્ડર 13ના વિવિધ કેટેગરીના ફાઇનલ્સ રમાયા હતા.

સ્ટેટ સબ જુનિયરના અન્ડર 15ના બોયઝ વિભાગમાં વડોદરાના ધ્રુવ રાવલને હરાવીને વડોદરાના આનંદ મકવાણા વિજેતા બન્યા હતા. ગર્લ્સ વિભાગમાં જામનગરની તનીષા જોષીએ વડોદરાની શ્રેયા લેલેને પરાસ્ત કરી ખિતાબ જીત્યો હતો, જ્યારે બોયઝ ડબલ્સમાં ભરૂચના ધ્રુવ જોષી અને મહેસાણાના કલ્પ પટેલની જોડીએ વડોદરાના આનંદ મકવાણા અને ધ્રુવ રાવલની જોડીને પરાજીત કરી ટાઇટલ જીત્યું હતું, જ્યારે અન્ડર 15ના ગર્લ્સ વિભાગમાં અમદાવાદની આરચી અને ખુશી શાહની જોડીએ અમદાવાદની ઇશિતા શાહ અને સુરતની કંકશા બિલિમોરીયાને પરાજીત કરી હતી.

અન્ડર 13માં બોયઝ વિભાગમાં વડોદરાના જીત પટેલે ગાંધીનગરના યજત શાહને અને ગર્લ્સ વિભાગમાં વડોદરાના શ્રેયા લેલેએ રાજકુમારી ખેમસંગને હરાવી હતી. અન્ડર 13માં બોયઝ સેક્શનમાં ગાંધીનગરના જીત પટેલ અને વડોદરાના યજત શાહની જોડીએ મહેસાણાની આહાન પટેલ અને મિલાપ ચૌધરીની જોડીને હરાવી હતી. જ્યારે ગર્લ્સ ડબલ્સમાં જામનગરની નુપૂર કોટેચા અને વડોદરાની રાજકુમારી ખેેમસંગની જોડીએ આયેશા ગાંધી અને કરમાનિયા સૂર્યવંશીની જોડીને હરાવી મેદાન માર્યું હતું.

અન્ડર 13માં જીત, ગર્લ્સમાં જામનગરની તનીષા અને વડોદરાની શ્રેયાએ મેદાન માર્યું

અન્ય સમાચારો પણ છે...