તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રિક્ષામાં મહિલાઓને બેસાડી લૂંટી લેતો શખ્સ ઓળખાયો

રિક્ષામાં મહિલાઓને બેસાડી લૂંટી લેતો શખ્સ ઓળખાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિલાઓનેપેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડી બિભત્સ માગને તાબે થનારને લૂંટી લેનાર શખ્સની ઓળખ મેળવવામાં પોલીસને સફળતા મળી છે. છેલ્લા 10 દિવસ દરમિયાન બે ઘટનાને અંજામ આપનાર આરોપી પોલીસની હાથવેંતમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

મિલપરામાં રહેતી લોહાણા મહિલાને લિમડા ચોકમાંથી બેસાડી રેલનગર વિસ્તારમાં અવાવરુ સ્થળે લઈ જઈ રિક્ષા ચાલકે બિભત્સ માગ કરી હતી. જો કે, મહિલા તાબે થતાં તેના પર હુમલો કરી મોઢા પર ગંભીર ઈજા પહોંચાડી હતી.

જ્યારે અન્ય એક ઘટનામાં ગાયત્રીધામમાં રહેતા અને જલારામ હોસ્પિટલમાં નોકરી કરતા પ્રૌઢાને પણ લિમડા ચોકથી બેસાડી ગાયત્રીધામ લઈ જવાને બદલે રેલનગરના અવાવરુ સ્થળે લઈ ગયો હતો અને પ્રૌઢા પર લૂંટના ઈરાદે હુમલો કર્યો હતો.

10 દિવસના સમયગાળામાં બે ઘટના બનતા પોલીસ કમિશનરે પ્ર.નગર અને ગાંધીગ્રામ પોલીસને સૂચના આપી કોઈપણ ભોગે આરોપીને ઝડપી લેવા આદેશ કર્યો હતો. પોલીસે જામનગર રોડ અને રેલનગર વિસ્તારમાં જતા રોડ પરના સીસીટીવી ફૂટેજ ચકાસતા આરોપીની ઓળખ મળી હતી.

સીસીટીવીના આધારે પોલીસને સફળતા મળી

અન્ય સમાચારો પણ છે...