તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | સમસ્તહિન્દુ ધોબી સમાજ કાર્યવાહી કમિટી દ્વારા પીપળિયા સંત

રાજકોટ | સમસ્તહિન્દુ ધોબી સમાજ કાર્યવાહી કમિટી દ્વારા પીપળિયા સંત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સમસ્તહિન્દુ ધોબી સમાજ કાર્યવાહી કમિટી દ્વારા પીપળિયા સંત તુલસીધામમાં 52 ગજની ચતુર્થ ધ્વજા રોહણનો કાર્યક્રમ 25 જૂન અષાઢીબીજના રોજ રાણાવાવ પોરબંદર ખાતેની જગ્યામાં ધામધૂમથી ઉજવાશે. 25 જૂનના બપોરે 12 કલાકે ફરાળનો કાર્યક્રમ યોજાશે. રામદેવપીર બાપાની ધ્વજાના સામૈયા બપોરે 3 કલાકે કરશે. બાવન ગજની ધ્વજાના સામૈયા સાંજે 4 કલાકે અને ધ્વજારોહણ 25 જૂનના સાંજે 5 કલાકે કરવામાં આવશે. પીપળિયા ગામ તથા ધોબી સમાજ દ્વારા સાંજે 6.30 કલાકે મહાપ્રસાદ અને સંત તુલસીદાસ બાપાની આરતી સાંજે 7 કલાકે કરાશે. રાતે 10 કલાકે સંતવાણી અને રાતે 12 કલાકે રામાપીરના પાઠ ભાવિકો માટે ખુલ્લા રહેશે. દાતા સ્વ.સોમજીભાઇ મીઠાભાઇ ચુડાસમા પરિવાર તરફથી ફરાળ, બાવન ગજની ધ્વજા, પત્રિકાની જવાબદારી સંભાળવામાં આવી છે.

સંત તુલસીધામ પીપળિયામાં બાવન ગજની ધ્વજા ચઢાવાશે

અન્ય સમાચારો પણ છે...