તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દશા સોરઠિયા વણિક બોર્ડિંગ ચાલુ કરવા મુદ્દે રામધૂન યોજાઈ

દશા સોરઠિયા વણિક બોર્ડિંગ ચાલુ કરવા મુદ્દે રામધૂન યોજાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

રાજકોટનાડો.યાજ્ઞિક રોડ પર આવેલી દશા સોરઠિયા વણિક જ્ઞાતિ સમાજની શેઠશ્રી અમરચંદ માધવજી વૈદ સોરઠિયા ‌વણિક વિદ્યાલય બોર્ડિંગ શરૂ કરવાના મુદ્દે રાજકોટ મહાજન અને અન્ય મંડળો દ્વારા રવિવારે રામધૂનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સોમવારે બોર્ડિંગના ટ્રસ્ટીઓ મુંબઇથી આવી રહ્યા છે ત્યારે જો બોર્ડિંગ ચાલુ કરવાનો નિર્ણય કરાય તો આંદોલનના મંડાણ કરવાની જાહેરાત સમાજે કરી છે.

રાજકોટમાં 105 વર્ષ જૂની દશા સોરઠિયા વણિક જ્ઞાતિ સમાજની બોર્ડિંગ વર્ષે કોઇપણ જાતની જાહેરાત કે જાણ કર્યા વગર ટ્રસ્ટીઓએ રાતોરાત બંધ કરી દેતા સમગ્ર વણિક સમાજમાં રોષ વ્યાપી ગયો છે અને બોર્ડિંગ ચાલુ કરવાના મુદ્દે વણિક સમાજના રાજકોટ મહાજન, નૂતન યુવક મંડળ, મહિલા મંડળ, શામળાબાપા યુવા સોશિયલ ગ્રૂપ સહિતની સંસ્થાઓ દ્વારા રવિવારે બોર્ડિંગમાં રામધૂનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને સ્થાનિક ટ્રસ્ટી ભૂપતભાઇ ભૂપતાણીને લેખિત આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી.

સોમવારે બોર્ડિંગના મુંબઇ સ્થિત ટ્રસ્ટીઓ રાજકોટ આવવાના છે ત્યારે રાજકોટ મહાજન અને અન્ય આગેવાનો દ્વારા તેમની સમક્ષ બોર્ડિંગ ચાલુ કરવા અને તેના અન્ય પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવશે અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા માગણી કરાશે જો માગણીઓ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં ઉગ્ર લડતના મંડાણ કરાશે તેવો નિર્ણય સમાજના આગેવાનોએ જાહેર કર્યો છે.

વિદ્યાર્થીઓની વર્ષો જૂની સુવિધા જાળવી રાખવા માગ

રાજકોટમાં105 વર્ષ જૂની દશા સોરઠિયા વણિક સમાજની બોર્ડિંગમાં અત્યાર સુધીમાં હજારો વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરી ચૂક્યા છે. ઉપરાંત હાલમાં મોંઘવારીને કારણે બહાર રૂમ ભાડે રાખીને કે અન્ય જગ્યાએ રહેવું વિદ્યાર્થીઓને પોસાય તેમ નથી. ત્યારે સમાજની બોર્ડિંગ ચાલુ રાખવામાં આવે તો રાજકોટ અભ્યાસ કરતા બહારગામના વિદ્યાર્થીઓને ફાયદો થાય તેમ છે. જેથી બોર્ડિંગ ચાલુ રાખવા સમાજના અગ્રણીઓ માગ કરી રહ્યા છે.

બોર્ડિંગ ચાલુ કરવા વણિક સમાજ અગ્રણીઓએ ટ્રસ્ટીને રજૂઆત કરી હતી.

રાજકોટ મહાજન સહિતના મંડળોની ટ્રસ્ટીને રજૂઆત

આજે મુંબઇના ટ્રસ્ટીઓ રાજકોટ આવશે, બોર્ડિંગ શરૂ કરવાના મુદ્દે નિર્ણય થાય તો આંદોલનના મંડાણ

અન્ય સમાચારો પણ છે...