તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | મોદીસ્કૂલ તથા કરુણા ફાઉન્ડેશન દ્વારા શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો

રાજકોટ | મોદીસ્કૂલ તથા કરુણા ફાઉન્ડેશન દ્વારા શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | મોદીસ્કૂલ તથા કરુણા ફાઉન્ડેશન દ્વારા શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વાલીઓને ચકલીના પૂંઠાના માળા, માટીના માળા તથા પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. તેમાં કુલ પૂંઠાના 900 માળા, પાણીના 350 કુંડાનું રાજકોટ, મોરબી, ગીર સાસણમાં વિતરણ કરવામાં આવ્યું હતું. પર્યારવણને નુકસાન પહોંચાડતા અનેક તત્ત્વો વર્તમાન સમયમાં કાર્યરત છે. આડેધડ કાપવામાં આવતા વૃક્ષો અને નદીઓમાં ફેલાવવામાં આવતા ગંદા પાણીથી પર્યાવરણને નુકસાન થઇ રહ્યું છે. ત્યારે આની અસર માત્ર માનવ માટે નહીં, પરંતુ અબોલ જીવ પશુ-પક્ષીઓ માટે પણ જીવલેણ સાબિત થાય છે. પર્યાવરણમાં ફેલાતા પ્રદૂષણને કારણે પક્ષીઓની અનેક પ્રજાતિઓ લુપ્ત થઇ રહી છે. પક્ષીઓના સંરક્ષણ હેતુ ઉપરોક્ત ચકલીના માળા, માટીના માળા, પાણીના કુંડાનું નિ:શુલ્ક વિતરણ કરી શાળા અને કરુણા ફાઉન્ડેશને લોકોને જીવદયાનો સંદેશો પાઠવ્યો હતો. જીવદયા પ્રેમીઓએ ઉપરોક્ત પહેલમાં સમર્થન આપ્યું હતું.

જીવદયાની પ્રવૃત્તિના ભાગરૂપે માળા, પાણીના કુંડાનું વિતરણ

અન્ય સમાચારો પણ છે...