તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટમાં બે દી\' હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડશે

રાજકોટમાં બે દી\' હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટરવિવારે સાંજે મેઘરાજાએ ફરી પધરામણી કરી હતી. પરંતુ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા અને માત્ર હાઉકલી કરીને ઝાપટું વરસાવી ગયા હતા. જેના પગલે દિવસ દરમિયાન બફારા અને ઉકળાટનો અનુભવ કરનારા શહેરીજનોએ ટાઢક અનુભવી હતી.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં રવિવારે પણ દિવસ દરમિયાન ભારે બફારાથી લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા. રાજકોટનું મહત્તમ તાપમાન 38.9 અને લઘુતમ તાપમાન 27.1 ડિગ્રી નોંધાયું હતું. સમગ્ર રાજ્યમાં 40.6 ડિગ્રી સાથે ડીસામાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. જો કે, આગામી બે દિવસ દરમિયાન રાજકોટમાં હળવાથી મધ્યમ ઝાપટાં વરસવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

વરસાદની ગેરહાજરીને કારણે અમદાવાદ સહિત રાજ્યનાં સાત શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રી પાર કરી ગયો હતો. જેમાં રાજ્યમાં ડીસા 40.6 ડિગ્રી સાથે સૌથી ગમર શહેર બન્યું હતુ.

શહેરમાં ગરમી ઘટી, તાપમાન 38.9 ડિગ્રી

અન્ય સમાચારો પણ છે...