• Gujarati News
  • National
  • રાજકોટ જેલમાં 44 કેદી SSC HSCબોર્ડની પરીક્ષા આપશે

રાજકોટ જેલમાં 44 કેદી SSC HSCબોર્ડની પરીક્ષા આપશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 15 માર્ચ બુધવારથી ધોરણ-10 તેમજ ધોરણ -12ની પરીક્ષા લેવામાં આવશે. રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પણ 44 કેદી બોર્ડની પરીક્ષાના ઉમેદવાર હોવાથી જેલમાં ખાસ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. 1 મહિલા સહિત 34 કેદી ધોરણ 10 ની પરીક્ષામાં અને 10 કેદી ધોરણ-12ની પરીક્ષા આપશે. જેલ અધિક્ષક બી.જે.નિનામાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જેલવાસ ભોગવતા કાચા-પાકા કામના કુલ 44 કેદી 10 અને 12ની પરીક્ષાના ઉમેદવાર છે. બોર્ડની પરીક્ષા માટે જેલમાં પરીક્ષા કેન્દ્ર ફાળવાયું છે, જેલમાં 3 બ્લોકમાં ધોરણ-10,12ના કેદીઓ પરીક્ષા આપશે.

કેદીઓ માટે જેલમાં કેન્દ્ર ફાળવાયું

અન્ય સમાચારો પણ છે...