• Gujarati News
  • National
  • જામનગરમાંલૌકિક ક્રિયામાં હાજરી આપવા આવેલા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના

જામનગરમાંલૌકિક ક્રિયામાં હાજરી આપવા આવેલા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાંલૌકિક ક્રિયામાં હાજરી આપવા આવેલા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નાગાવદર ગામના પરિવારના સભ્યો એક ટ્રકમાં બેસી જામનગર નજીક આવેલી લાલપુર ચોકડી પાસેથી પસાર થતાં તે વેળા ટ્રકનું હાઈડ્રોલિક અચાનક ઊંચું થઈ જતાં તેમાં સવાર લોકો જમીન પર પટકાયા હતા, જ્યારે તેમાના 7 શખ્સને ગંભીર ઇજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે એક વ્યક્તિનું સારવાર મળે તે પહેલાં મૃત્યુ નીપજ્યું હતું.

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નાગવાર ગામમાં રહેતા જેન્તીભાઈ ભાદાભાઈ ગજેરાપરિવાર સાથે જામનગરમાં લૌકિક ક્રિયામાં હાજરી આપવા માટે આવ્યા હતા. બાદમાં તેઓ પરિવારના તેમજ ગામના અન્ય સભ્યો સાથે ધુળેટીની સાંજે ટ્રકમાં બેસી પરત જતાં હતા તે વેળા ટ્રક લાલપુર બાઈપાસ પાસે પહોચ્યો ત્યારે ટ્રકનું હાઈડ્રોલિક અચાનક ઊચું થઈ જતાં ટ્રકની અંદર સવાર 14 વ્યક્તિ પૈકી 7 વ્યક્તિને ગંભીર ઇજા પહોચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અન્ય બે વ્યક્તિને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે જેન્તિભાઈનું સારવાર મળે તે પહેલા મૃત્યુ નીપજયું હતું. અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...