SBI આડેધડ ચાર્જ વસૂલે છે : ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટનીસદર બજાર શાખા દ્વારા એક ગ્રાહકના ખાતામાંથી એસએમએસ ચાર્જના મહિને 5 રૂપિયાના બદલે 20 દિવસના 287 રૂપિયા કાપી લેવાયા છે. ઉપરાંત એટીએમમાં રોકડ રકમ જમા કરવાનો ચાર્જ 200 રૂપિયા ખાતામાંથી કાપી લેવાયો હતો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સદર બજાર શાખાના ગ્રાહક સાજીદ ખેતાણીએ જણાવ્યુ હતુ કે, ગત 20 ફેબ્રુઆરીએ ખાતામાંથી 98.69 રૂપિયા તથા 10 માર્ચે 188.81 રૂપિયા કાપી લેવામાં આવ્યા હતા. જ્યારે બેંકમાં અંગે પૂછવામાં આવ્યું ત્યારે અધિકારીએ કહ્યું કે, એસએમએસ ચાર્જ પેટે રકમ કાપવામાં આવી છે. ગ્રાહકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ બેંક દ્વારા મનફાવે તેટલી રકમ એસએમએસ અથવા અન્ય કોઇપણ પ્રકારના ચાર્જ તરીકે વસૂલ કરવામાં આવે છે. જેની કોઇ સ્પષ્ટતા ગ્રાહકો સાથે કરવામાં આવતી નથી કે બેંકમાં ચાર્જ કપાત અંગે કોઇ બોર્ડ પણ મુકવામાં આવતું નથી. ખોટી રીતે વસૂલ કરવામાં આવેલા ચાર્જ પરત નહીં અપાય તો ગ્રાહક અદાલતમાં કેસ કરવામાં આવશે.

નોટબંધી બાદ બેંક સંચાલકો અધિકારીઓ બેફામ બન્યા છે. ગ્રાહકોને યોગ્ય જવાબ આપતા નથી અને મનફાવે તેવી રીતે અલગ અલગ ચાર્જના નામે સીધા ખાતામાંથી રકમ કપાત કરવામાં આવે છે.

મુદ્દે એસબીઆઇ બેંકના એક અધિકારીએ જણાવ્યું હતું કે, એટીએમમાં એક વખત પૈસા જમા કરવાનો ચાર્જ 25 રૂપિયા છે અને એસએમએસનો મહિનાનો ચાર્જ રૂ.5 વસૂલ કરવામાં આવે છે. સિવાય કોઇ અન્ય ચાર્જ લેવાતો નથી.

અેસએમએસ ચાર્જ 5 રૂપિયાના બદલે 287 કપાયા હોવાની પણ રજૂઆત

અન્ય સમાચારો પણ છે...