• Home
  • Saurashtra
  • Latest News
  • Rajkot City
  • થેલિસિમિયાગ્રસ્ત બાળકો અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે મેટોડા ખાતે રક્તદાન કેમ્પ યોજાશે

થેલિસિમિયાગ્રસ્ત બાળકો અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે મેટોડા ખાતે રક્તદાન કેમ્પ યોજાશે

થેલિસિમિયાગ્રસ્ત બાળકો અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે મેટોડા ખાતે રક્તદાન કેમ્પ યોજાશે

DivyaBhaskar News Network

Apr 01, 2018, 04:35 AM IST
રાજકોટ : જરૂરિયાતમંદ દર્દીઓ તથા થેલિસિમિયાગ્રસ્ત બાળકોને પૂરતું બ્લડ મળી રહે તેવા હેતુ સાથે ગૌતમ ટેક્નોકાસ્ટ પ્લોટ નં. જી-108, મેટોડા ખાતે તા. 1 એપ્રિલને રવિવારે સવારે 9 થી 2 દરમિયાન રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાકાર્યમાં પ્રફૂલભાઇ ધામી, અક્ષયભાઇ ધામી, શશિકાંતભાઇ જાવિયા અને એચઆર ગ્રૂપના શૈલેષભાઇ સંઘવીનો સહકાર મળ્યો છે. આ રક્તદાન કેમ્પનો મોટી સંખ્યામાં રક્તદાન કરવા લોકોને અપીલ કરાઇ છે. થેલિસિમિયાથી પીડાતા બાળકોને પૂરતું બ્લડ મળી રહે તે માટે શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રૂપ દ્વારા છેલ્લા કેટલાય સમયથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. સાંપ્રત સમયમાં લોહીના અભાવે અનેક દર્દીઓ મોતને ભેટે છે ત્યારે આ સમસ્યાને ગંભીર ગણી શહેરીજનો બ્લડ ડોનેશન કેમ્પમાં ઊમટી પડે તે માટે સંસ્થા દ્વારા અપીલ કરાઇ છે. આ કેમ્પમાં શ્રીમદ રાજચંદ્ર ગ્રૂપના વિનય જસાણી, કુમાર દોશી, જનક પરસાણિયા, તુષાર ફૂલર સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

X
થેલિસિમિયાગ્રસ્ત બાળકો અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે મેટોડા ખાતે રક્તદાન કેમ્પ યોજાશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી